Thursday, March 12, 2026
HomeGujaratવાંકાનેરમાં જમાતખાનામાં બેસવા બાબતે ઝઘડો: યુવકને માર મારી છરી બતાવી મોતની ધમકી

વાંકાનેરમાં જમાતખાનામાં બેસવા બાબતે ઝઘડો: યુવકને માર મારી છરી બતાવી મોતની ધમકી

વાંકાનેરના વોરા સમાજના જમાતખાનામાં જમાતમાં બેસવાની બાબતે થયેલી બોલાચાલીમાં બે શખ્સોએ યુવક સાથે ઝપાઝપી કરી ઇજા પહોંચાડતાં અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરમાં આવેલ વોરા સમાજના જમાતખાનામાં બેસવાની બાબતે થયેલી બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ જતાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હુશેનભાઈ મહમદહુશેન વેદ રહે.દિવાનપરા વાંકાનેર વાળા જમાતખાનામાં જમવા માટે બેઠા હતા ત્યારે બેસવાની બાબતે આરોપી મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી બંબે રાગે.વાંકાનેર વાળા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી મુર્તુજાએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી તેમના જમણા હાથની આંગળીઓમાં બચકા ભરી ઇજા પહોંચાડી હતી. તે દરમિયાન આરોપી અબ્બાસભાઈએ ફરીયાદીની દાઢી ખેંચી પછાડી દીધા હતા અને ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી.એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!