હળવદ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજર ન આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં રાહદારીઓ સાથે ગૌવંશ પણ ઘાયલ થાય છે. અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ થતું હોય છે ત્યારે હળવદ ના ગૌ સેવકો દ્વારા ૨૦૦ ગૌવંશ અને અબોલ પશુઓને કે જેઓ હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોઈ તેવા ગૌવંશ ગળાના ભાગે રેડીયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે.
રાજયમાં અનેક જગ્યાએ અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં પણ રાત્રીના સમયે વધુ અકસ્માત બનતા હોય છે. ત્યારે અનેક વખત ગૌવંશ તેમજ પશુઓને કારણે અક્સ્માત સર્જાતા હોય છે. ત્યારે હળવદ હાઇવે પર અકસ્માત અટકાવી શકાય તે માટે 200 કેટલા ગૌવંશ અને અબોલ પક્ષીઓને ગળાના ભાગે બેલ્ટ પહેરાવી અક્સ્માત અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. રાત્રીના અંધારામાં દૂરથી જ વાહન ચાલકને ખબર પડી જાય કે આગળ કઈક છે એટલે તેઓ વાહનને ધીમું પાડી શકે અને ગંભીર અકસ્માત થતાં અટકાવી શકાય અને વાહન ચાલક અને ગૌવંશ બંને ઘાયલ થતાં બચી શકે અને જીવ ગુમાવવાનો વારો ન આવે તેથી ગૌવંશને ગાળામાં બેલ્ટ પહેરાવવામાં આવ્યા છે.
હળવદએ કચ્છ અને અમદાવાદને જોડતા હાઇવે પર નું ગામ હોવાથી પ્રતિ દિન હજારોની સંખ્યામાં વાહનો હાઇવે પરથી પસાર થતા હોય છે. અને અક્સ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુંબેસ થકી આવનારા સમયમાં વાહન અકસ્માતની ઘટનાઓ ઓછી કરી શકાય તે માટે ગૌ સેવકો દ્વારા દિવસ કામ કાજમાં રોકાયેલા હોવા છતાં રાત્રીના સમયે આ ભગીરથ સેવા કાર્યમાં જોડાયા હતા. અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયામાં અન્ય કોઈને પણ અડચણ ઊભી ન થાય તેની તકેદારી રાખી મોડી રાત્રિ સુધી અભિયાન નિઃસ્વાર્થ ભાવે ગૌ સેવકોએ ચલાવ્યું હતું ત્યારે ગૌવંશ માટે સારું કાર્ય કરનાર ગૌ સેવકોને શહેર તથા આસપાસ વિસ્તારના લોકો બિરદાવ્યા હતા.