Thursday, March 28, 2024
HomeGujaratમોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણેથી એક્ટિવામાં દારૂ લઈને નીકળેલા બે ઝડપાયા, એક...

મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણેથી એક્ટિવામાં દારૂ લઈને નીકળેલા બે ઝડપાયા, એક ફરાર

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણે જાહેરમાં એકટીવા મો.સા. નં. જીજે-૧૦-સીકે-૫૫૯૪ માં ઈંગ્લીશ દારૂની બોટલો લઈને નીકળેલા હરેશભાઇ ચમનભાઇ દલસાણીયા (ઉ.વ.૪૪, ધંધો-મજુરી, રહે.રવાપર રોડ, મહાબલી હનુમાનજીના મંદિર સામે,મોરબી), જીતેન્દ્રભાઇ છગનભાઇ હિંગળાજીયા (ઉ.વ.૪૫, ધંધો-વેપાર, રહે.ઉમા ટાઉનશીપ, મોરબી-૦૨) ને વિદેશીદારૂની બોટલ નંગ-૧ સાથે ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીની પૂછપરછ બાદ મળેલી બાતમીના આધારે પોલીસે ત્રીજા આરોપી રફાળેશ્વરના આંબેડકરનગરમાં રહેતા જીતુભાઇ રામજીભાઇ મકાનમાં દરોડો પાડી ત્યાંથી ભારતીય વિદેશીદારૂની બોટલ નંગ ૩ કબ્જે કરી હતી. જો કે આ આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી હાલ પોલીસે આ બન્ને આરોપીઓને ઈંગ્લીશ દારૂની બોટલો તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રીજા આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!