Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમામાં ઘોડી પર ટીખળખોર ઈસમોએ ટાયર બાંધતા રાજપુત કરણી...

મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમામાં ઘોડી પર ટીખળખોર ઈસમોએ ટાયર બાંધતા રાજપુત કરણી સેનામાં રોષ

મોરબીમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે મોરબીના જેલ રોડ પર આવેલ શિવાજી મહારાજનાં ઘોળી પર કોઈ અસામાજિક તત્વોએ ટાયર બાંધતા રાજપુત કરણી સેના મોરબી રોષે ભરાણી હતી.અને પ્રતિમા પરથી ટાયર ઉતારી આ કૃત્ય કરનાર ઈસમ વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

શ્રી રાજપુત કરણી સેના મોરબીનાં જણાવ્યા અનુસાર, રાજપુત કરની સેનાના સદસ્ય દેવીસિંહ ઝાલા મોરબીના જેલ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જેલ સામે જે શિવાજી મહારાજ ઘોળી પર બિરાજમાન છે. એ ઘોડીની પુછડીમા કોઈ લેભાગુ તત્વો દ્વારા ટાયર બાંધવામાં આવેલ હતા. આ જોતાની સાથે જ દેવીસિંહ ઝાલાએ રાજપુત કરણી સેનાના તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજા, જિલ્લા પ્રમુખ મનોજસિહ જાડેજા, શહેર પ્રભારી વનરાજસિંહજી જાડેજા, સહર પ્રમુખ અશોકસિંહ ચુડાસમાને જાણ કરી હતી અને એ સાથે જ આ સૌ હોદેદારોએ તાત્કાલીક નિણર્ય લેતા મોરબી જિલ્લા મહામંત્રી દિગપાલસિંહ રાણાને બનાવ અંગે જાણ કરી હતી. ત્યારે બનાવની જાણ થતા જ રાજપુત કરણી સેનાના સદસ્યો, લુવાણા સમાજના સદસ્યો, બોરીચા સમાજના ધર્મપ્રેમી ભાઈઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બધા જ ટાયર ઉતાર્યા હતા અને આ કૃત્ય કોણે કરેલ છે. તેની સંપૂર્ણ માહિતી લેવા તજવીજ હાથ ધરી હતી. સાથે તંત્રને બનાવ અંગે જાણ કરી અને આવા નીચ બુદ્ધિ વાળા કૃત્ય હવે બીજીવાર થાય તો એને જાહેરમાં સબક શીખડાવે એવી ખાતરી તંત્ર પાસેથી લેવામાં આવશે. તેમજ આ કાર્યમાં તંત્ર કાર્યવાહી કરવામાં કાંઈ પણ કચાસ રાખશે તો સમસ્ત હિંદુ સંગઠનો સાથે શ્રી રાજપૂત કરણી સેના મોરબી મેદાને આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!