Sunday, January 12, 2025
HomeGujaratરઘુવંશી સેવા સમિતિ દ્વારા આગામી ૧૧ જૂને પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન

રઘુવંશી સેવા સમિતિ દ્વારા આગામી ૧૧ જૂને પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન

આજના સમયમાં ડેકોરેશનનું મહત્વ ખુબ જ વધી ગયું છે. લગ્નની દરેક વિધિ કંઈક અનોખી કરવામાં આવે છે અને બધી જ વિધિનું અલગ અલગ થીમ પ્રમાણે ડેકોરેશન પણ કરવામાં આવે છે. જેની પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે રઘુવંશી સેવા સમિતિ દ્વારા આવા ખર્ચાઓને તિલાંજલિ આપી આગામી તારીખ:-૧૧/૦૬/૨૦૨૩ રવિવાર ના રોજ રઘુવંશી પરિવારના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રઘુવંશી સેવા સમિતિના જણાવ્યા અનુસાર, તેમના દ્વારા મોરબી મુકામે આગામી તારીખ:-૧૧/૦૬/૨૦૨૩ રવિવારના રોજ રઘુવંશી પરિવારના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નોત્સવ લોહાણા સમાજના વડીલો,આગેવાનો, શ્રેષ્ઠીઓના આશીર્વચન સાથે યોજવામાં આવશે. તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સમાજના ખોટા ખર્ચાઓ, દેખા-દેખીથી લગ્નમાં થતા ખર્ચાઓને તિલાંજલિ આપીને સમૂહ લગ્નમાં બહેનો-દીકરીઓના લગ્ન કરવા જોઈએ. શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવશે. સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓને સોના ચાંદીના આભૂષણો તથા કુલ 51થી વધારે વસ્તુઓ કરિયાવારમાં આપવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે. અને વહેલા તે પહેલાના ધોરણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે, શ્રી રઘુવંશી સેવા સમિતિ(મોરબી) શ્રી ખોડિયાર ટ્રેડ સેન્ટર , પેહલો માળ, નવા ડેલા રોડ, મોરબી ખાતે સંપર્ક કરવા રઘુવંશી સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!