Sunday, January 12, 2025
HomeGujaratધરમ કરતા ધાડ પડી:મોરબીમાં કાકાનાં છોકરાની ખબર કાઢવા ગયેલા બે સગા ભાઈ...

ધરમ કરતા ધાડ પડી:મોરબીમાં કાકાનાં છોકરાની ખબર કાઢવા ગયેલા બે સગા ભાઈ અને પિતાને માર પડ્યો

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બાળકોની ખબર પુછવા ગયેલ ત્રણ લોકોને ચાર ઈસમો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને જાનથી માર નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રણછોડનગરમાં આવેલ કિસ્મત ચક્કીની સામેની શેરીમાં રહેતા જીવણભાઇ રમેશભાઇ સનુરાના કાકી ઘરછોડી જતા રહેતા તેના બાળકોની ખબર પુછવા જીવણભાઇ, તેમના પિતા રમેશભાઇ અને મોટાભાઇ નવઘણભાઇ જતા આરોપીઓએ કહેલ કે આજદીન સુધી કોઇ જાતનો વહેવાર નથી તો શા માટે સારૂ લગાડવા આવેલ છો તેમ કહી ગાળો બોલી મોરબીનાં વીસીપરા અમરેલી રોડ પર રહેતા ગુલાબનગર વિઠ્ઠલભાઇ બચુભાઇ સનુરા, અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલભાઇ સનુરા, દેવજી વિઠ્ઠલભાઇ સનુરા અને ઇન્દીરાનગર શિવમ હોસ્પીટલ પાછળ રહેતા કાળુભાઇ પોપટભાઇ ડાભીએ ફરિયાદી, ફરિયાદીના પિતા અને ફરિયાદીના મોટાભાઈને પાઇપો તથા લાકડી વડે માથામાં તથા હાથમાં માર મારી ઇજા પહોંચાડી જાનથી માર નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!