ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતા છુટથી દારૂ પીવાય છે અને વેંચાય છે. ત્યારે કચ્છમાં ગઈકાલે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો હતો. પરંતુ તે દારૂની કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પર રેઇડ કરી બે આરોપીઓને કુલ Rs.50,66,100/-ના દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે કટિંગના માસ્ટર લીડર સહીત કુલ 16 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીધામના ભચાઉ ખાતે આવેલ આદ્યશક્તિ પોલિમરના ગોડાઉન, સર્વે નં.88, પ્લોટ નં.28, GIDC ખાતે દારૂ લાવવામાં આવનાર છે. અને ત્યાં જ તેનું કટિંગ થનાર હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા તેઓએ ભચાઉ પોલીસને ઊંઘતી રાખી સ્થળ પર દરોડો કર્યો હતો. અને કિશોરસિંહ દાનુભા સરવૈયા (રહે.સાંગાણા તા.તળાજા, જિ.ભાવનગર) તેમજ પ્રહલાદભાઈ અરજણભાઈ ઠાકોર (રહે.ભવાનીપુર, ભચાઉ) નામના શખ્સોને વિવિધ બ્રાન્ડની 23,964 બોટલોના રૂ.50,66,100/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી રૂ.15,500/-ની કિંમતના 4 મોબાઈલ, રૂ.22,75,000/-ની કિંમતની કુલ ચાર કાર તથા કાળા કલરની ફાઈલ તથા તેમા રહેલ ર્માનષકુમાર લક્ષારામનું ડ્રાઇવીંગ લાયસન્સ, ગુજરાત મોટ૨ વહીકલ ડીપાર્ટન્ટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ કચ્છ રીસીપ્ટ લેમીનેશન કાગળ તથા બી.કેવડીયા બી.ઇ. કેમીકલ ચાર્ટર એન્જીનય૨ના લેટ૨પેડ મળી કુલ રૂ.73,56,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે તેઓની આકરી પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, આશકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા (રહે. દરબારગઢ, ભચાઉ) દ્વારા આ કટિંગ કરવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને લઇ તેણે ગોડાઉન માલિક મોહનસિંહ રાણા (રહે.આદિપુર,તા. ગાંધીધામ) સાથે વાત કરી આ કામ કરવાની પરવાનગી મેળવી હતી. અને પોતાના ભાગીદાર ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા. (રહે.બાપુનગર, ભચાઉ)ને કટિંગ ગોડાઉનમાં કરવા જણાવ્યું હતું. જે બાદ તેના ભાગીદારે શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.ભચાઉ (પારનેર), ભૂરો ઠાકોર (રહે.ભચાઉ), જયંતી પેથાજી ઠાકોર (રહે.ભચાઉ), રમેશ ઠાકોર (રહે.ભચાઉ), અરજન કચરા ઠાકોર (રહે.ભચાઉ), GJ-12-AU-5050 નંબરની ટેન્કરના ચાલક અને માલિક, મહેન્દ્ર બોલેરો વાહનનો ડ્રાઇવર અને માલિક, GJ-12-AN-3709 નંબરના ટ્રેક્ટરનો ચાલક અને માલિક, સ્પ્લેન્ડર હોન્ડા બાઇકના માલિક, મોબાઇલ નંબરનો ધા૨ક (જગ્યા ઉ૫૨થી નાશી જનાર દારૂની પેટીઓ ઉતા૨ના૨ મજુ૨), ઓપો કંપનીનો મોબાઈલ નંબ૨ ધા૨ક (જગ્યા ઉ૫૨થી નાશી જનારદારૂની પેટીઓ ઉતા૨ના૨ મજુ૨)ને સ્થળ પર આવી દારૂ લઈ જવા જણાવ્યું હતું. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પર દરોડો પાડતા તમામ આરોપીઓ ફરાર થયા હતા. જેને લઇ સ્ટેટ મોનીટરીંગ સેલે પકડાયેલ બંને આરોપીઓનો ભચાઉ પોલીસને કબ્જો સોંપી કુલ 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.