Friday, January 10, 2025
HomeGujaratધરમ કરતાં ધાડ પડી:હળવદમાં રિસામણે ગયેલ પત્નીને તેડી લાવવા સમજાવવા ગયેલ આગેવાનો...

ધરમ કરતાં ધાડ પડી:હળવદમાં રિસામણે ગયેલ પત્નીને તેડી લાવવા સમજાવવા ગયેલ આગેવાનો પર હુમલો

હળવદનાં એક ઈસમની પત્ની રિસામણે હોય જેથી સમાજના આગેવાનો ઈસમને તેની પત્નીને તેડી લાવવા સમજાવવા જતાં ઈસમને સારું નહી લાગતા તે બાબતનો ખાર રાખી જાહેરમાં ગાળો બોલી છકડામાં રહેલ છરી વડે હુમલો કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ બસ સ્ટેશન પાછળ ગત તા.૦૩/૧૦/૨૦૨૩ ને રાત્રિના દશેક વાગ્યા આસપાસ આરોપી કાળુભાઇ મંગાભાઇ મલ્લની પત્ની રીસામણે હોય જેથી સમાજના આગેવાનોએ આરોપીને તેની પત્નીને તેડી લાવવા સમજાવવા ગયેલ હોય જે આરોપીને સારૂ નહી લાગતા જે બાબતનો ખાર રાખી જાહેરમાં ગાળો બોલતા હોય જેથી ફરીયાદી સાગરભાઇ સવજીભાઇ રાઠોડ તથા સાહેદએ ગાળો નહી બોલવા સમજાવવા જતા ફરીયાદીને તથા સાહેદને ભુંડા બોલી ગાળો આપીને તેના છકડામાંથી છરી કાઢીને ફરીયાદીના જમણા હાથની ટચલી આંગળી પર ઘા કરીને મુંઢ ઇજા કરી અને સાહેદ જયંતિભાઇ ફરીયાદીને છોડાવવા જતા સાહેદ જયંતિભાઇના ડાબા પગના સાથળના ભાગે ફુટની ઇજા કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!