રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસે સજનપર ગામે ગીરધરભાઇની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં ધમધમતું વધુ એક જુગારધામ ઝડપી પાડ્યું છે.
મળતી વિગતો અનુસાર, ટંકારાના સજનપર ગામે રહેતો રાજેશભાઇ ભગવાનજીભાઇ સીણોજીયા નામનો શખ્સ પોતાના મોટાભાઇ ગીરધરભાઇની સજનપર ગામે ગીરધરભાઇની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં જુગારધામ ચલાવે છે. તેવી બાતમી મળતા ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. અને સ્થળ પર જુગાર રમાડતા રાજેશભાઇ ભગવાનજીભાઇ સીણોજીયા સહીત જુગાર રમતા અશ્વીનભાઇ અરજણભાઇ સીણોજીયા, ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા, દિવ્યેશભાઇ મનહરલાલ આદ્રોજા, મહેન્દ્રભાઇ હસમુખભાઇ જીવાણી, પ્રવિણભાઇ ખીમજીભાઇ ગામી અને રમેશભાઇ સવજીભાઇ રૈયાણી નામના આરોપીઓ મળી આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે રોકડા રૂપીયા ૨,૪૫,૦૦૦/-, વાળીની કી.રૂ.૭,૦૦,૦૦૦/- ગણી મળી કુલ રૂ. ૯,૫૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.