માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે કુંભારીયા ગામે રહેણાક મકાનમાં જુગાર અંગે રેઇડ કરી હતી. જેમાં મકાન માલીક બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી મકાન માલીક સહિત સાત જુગારીઓને રોકડા રૂ.૪૦,૨૦૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ મથક સર્વેલન્સ ટીમને બાતમી મળેલ કે, જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામા રહે.ગામ કુંભારીયા વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોકકસ હકિકતના આધારે પોલીસે કુંભારીયા ગામે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા, બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા આરોપી મકાન માલીક જેસીંગભાઈ મહાદેવભાઇ દેગામા રહે.ગામ કુંભારીયા તા.માળીયા(મી), જયંતીભાઇ રામજીભાઇ કૈલા રહે.ગામ કુંભારીયા તા.માળીયા(મી), નાથાભાઇ શંકરભાઇ દેગામા રહે.ગામ કુંભારીયા તા.માળીયા(મી), ત્રિકમજીભાઇ રામજીભાઈ પંચાસરા રહે.ગામ કુંભારીયા તા.માળીયા(મી), ભગવાનજીભાઇ બચુભાઇ ધામેયા રહે.ખાખરેથી તા.માળીયા(મી), કિશોરભાઇ હરજીભાઈ મેવાડા રહે.ખાખરેચી તા.માળીયા(મી) તથા રાજેશભાઇ ગોવિંદભાઇ ધંધાણીયા રહે.ખાખરેચી તા.માળીયા(મી) વાળાને કુલ રોકડા રૂ. ૪૦,૨૦૦/- સહિતના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.









