Tuesday, February 24, 2026
HomeGujaratમાળીયા(મી)ના સરવડ ગામે રહેણાંકમાં જુગારના અખાડા ઉપર દરોડો, ત્રણ પકડાયા, સાત ફરાર

માળીયા(મી)ના સરવડ ગામે રહેણાંકમાં જુગારના અખાડા ઉપર દરોડો, ત્રણ પકડાયા, સાત ફરાર

માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે સરવડ ગામે રહેણાંક મકાનમાં જુગારના અખાડા ઉપર રેઇડ કરી મકાન-માલીક સહિત ત્રણ જુગારીની અટક કરી હતી. દરોડા દરમિયાન થયેલ નાસભાગમાં ૭ શખ્સો પોલુસની હાથતાળી દઈને નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.૧૦ હજારથી વધુની રકમ કબ્જે લઈ પકડાયેલ તથા નાસી છુટેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, માળીયા(મી) ના સરવડ ગામે ગોવિંદભાઇ ભનાભાઈ મૂછડીયા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી, જુગાર રમવાના સાધનો ઉપલબ્ધ કરાવી તેમજ આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની મળેલ બાતમીને આધારે માળીયા(મી) પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. ત્યારે રેઇડ દરમિયાન મકાનના બીજા માળે જુગાર રમતા ઈસમો આજુબાજુની અગાસીઓનો લાભ લઈને નાસવા લાગેલ, ત્યારે પોલીસ ટીમ સીડી ચડીને ઉપર ગયા ત્યારે મકાન માલીક સહિત ત્રણ જુગારીને પકડી લેવામાં આવ્યા હતા.

રેઇડ દરમિયાન જુગાર રમતા પકડાયેલ આરોપી ગોવીંદભાઈ ભનાભાઈ મુછડીયા ઉવ.૫૮, દાઉદભાઇ અસ્માલભાઇ કુકડ ઉવ.૫૩ તથા અરવીંદ ઉર્ફે કારૂ નાનજીભાઈ સરડવા ઉવ.૫૨ ત્રણેય રહે. સરવડ ગામ તા.માળીયા(મી) વાળા એમ ત્રણ ઈસમોને રોકડા રૂ.૧૦,૦૨૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે નાસી ભાગી ગયેલ આરોપી પુનીતભાઈ પ્રભુભાઇ સરડવા, ધનજીભાઈ દેવજીભાઇ સરડવા, કનુભાઈ હરીભાઈ મૂછડીયા, કારૂભાઈ ભગાભાઇ મુછડીયા, અશોકભાઈ રતીભાઈ મોરડીયા, સુલ્તાનભાઈ સુમારભાઇ જેડા તથા સુખદેવભાઈ ગજુભાઈ પરમાર તમામ રહે.સરવડ ગામ તા.માળીયા(મી) વાળાને ફરાર દર્શાવી કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી, નાસી ગયેલ તમામની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!