વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે રાતીદેવરી ગામની સીમમાં આવેલ ખરાવાડમાં રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા પ્રવીણભાઇ બાબુભાઇ દંતેસરીયા ઉવ.૩૬, મહેશભાઇ રવજીભાઇ સનોરા ઉવ.૪૦, ખીમજીભાઇ ભવાનભાઇ વોરા ઉવ.૪૨, મેઘાભાઇ વિરમભાઇ મુંધવા ઉવ.૨૮ રણછોડભાઇ બાબુભાઇ દંતેસરીયા ઉવ.૨૮ પાંચેય રહે.રાતીદેવડી તા.વાંકાનેર તથા જગદીશભાઇ નરશીભાઇ જાદવ ઉવ.૪૫ રહે.વાંકાનેર પેડક સોસાયટી વાળાને રોકડા રૂ. ૧૦,૭૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.