શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં ચોમાસાને બદલે પુર બહારમાં જુગાર ખીલ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે બે સ્થળોએ મોરબી જિલ્લા પોલીસે રેઈડ કરી કુલ ૧૦ પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના મકનસરગામ સીતારામનગર શેરીમા અમુક શખ્સો જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હરેશભાઇ ઘુઘાભાઇ મેણીયા (રહે-મકનસર સીતારામનગર તા.જી.મોરબી મુળ રહે-ખારચીયા તા-વિછીયા જી-રાજકોટ), રાજુભાઇ ધિરૂભાઇ ઓળકીયા (રહે-કંધેવાઢીયા તા.વિછીયા જી.રાજકોટ), રાજેશભાઇ મગનભાઇ પરમાર (રહે-મકનસર તા.જી.મોરબી) તથા સુનિલભાઇ મંગળદાસ ચૌહાણ (રહે-મકનસર તા.જી.મોરબી મુળ રહે-સિંધાવડ તા-વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે દેવગઢ ગામ મોમાઇ માતાજીના મંદીર પાછળ કરી લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા બાબુભાઇ મોતીભાઇ ધોળકીયા (રહે-દેવગઢ ગામ તા-માળીયા મી. જી-મોરબી), દીનેશભાઇ બબુભાઇ ધોળકીયા (રહે-દેવગઢ ગામ તા-માળીયા મી. જી-મોરબી), સંજયભાઇ દેવાનંદભાઇ બકુત્રા (રહે-નાનીબરાર ગામ તા-માળીયા મી. જી-મોરબી), અનવર હનીફભાઇ સમાણી (રહે-જુના રેલ્વે સ્ટેશન રોડ તા-માળીયા મી. જી-મોરબી), અબ્દુલ અનવરભાઇ ભટ્ટી (રહે-જુના રેલ્વે સ્ટેશન રોડ તા-માળીયા મી. જી-મોરબી) તથા ફારૂક અલીમહમદ જેડા (રહે-બાપુની ડેલી પાસે તા-માળીયા મી. જી-મોરબી)ને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૨,૭૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.