Monday, January 13, 2025
HomeGujaratઉત્તરાયણ દરમિયાન રેલવે ટ્રેક પર હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવા રેલવે...

ઉત્તરાયણ દરમિયાન રેલવે ટ્રેક પર હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવા રેલવે તંત્રની લોકોને અપીલ

ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓ દ્વારા રેલવે ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

પશ્ચિમ રેલ્વે દ્વારા એક પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને કારણે જીવનું જોખમ રહેલું છે. આ ઉપરાંત સામાન્ય લોકો પણ રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવે છે અને ઓવરહેડ વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ કરે છે. જેથી લોકોને વિનંતી કરવામાં આવી છે કે રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવવાનું ટાળો અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ ન કરે અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલું અન્ય લોકોને આ બાબતની જાણ કરે. તેમ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા નાગરિકોની સલામતી માટે જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!