મોરબી જીલ્લામાં બપોર બાદ ભારે બફારા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો જેથી ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મોરબી, હળવદ, અને ટંકાર,માળીયા અને વાંકાનેરમાં વરસાદ જામ્યો હતો તમામ તાલુકાઓ અમે ગ્રામ્ય વિસ્તારોમાં બધોધમાર વરસાદ થયો હતો આ વરસાદને પગલે હળવદના શક્તિ ફોટોઝ, ગંગા તલાવડી, ખરાવડ અને કુંભરપરા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ધોધ માર વરસાદ થી મોરબીના રાજમાર્ગો પાણીમાં ગરકાવ થયા હતા
મોરબીના શનાળા રોડ રવાપર રોડ સાવસર પ્લોટ જુના બસ સ્ટેન્ડ સહિતના માર્ગો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે મકન્સર અને કન્ડલા હાઇવે ઓર વીજળી પડ્યાની ઘટના પણ બની હતી જો કે આ વીજળી ખુલ્લામાં પડતા કોઈ જાન માલનું નુકસાન થતા અટકયું હતું મોરબીમાં થયેલા ટ્રાફિક જામના લીડબે રવાપર રોડ,શનાળા રોડ,ગાંધી ચોક,રામચોક,નહેરુગેટ,શાક માર્કેટ અયોધ્યા પુરી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં વાહનચાલકો અટવાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો ટંકારા પંથકમાં વરસાદ જામ્યો હતો જેમાં ટંકારાના જબલપુર વિરપર હડમતીયા લજાઈ હબટીયાળી કલ્યાણપર માં વરસાદ પડ્યો હતો ટંકારા ના હમીરપર ગામે રહેતા રવજીભાઈ બીજલભાઈ ફાંગલીયા ના હમીરપર બસ સ્ટેન્ડ પાસે આવેલ વાળા માં વીજળી પડી હતી જેમાં એક ગાય નું મોત નીપજ્યું હતું વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પ્રિ મોન્સૂનની કામગીરી પર સવાલો ખડા થયા છે.હાલ લો સિસ્ટમ સક્રિય છે ત્યાંરે આગામી સમયમાં પણ વરસાદ આવે તેવી પુરી શક્યતાઓ સેવાઇ રહી છે.
મોરબી જીલ્લામાં સરકારી ચોપડાના આંકડા જોઈએ તો આજે સાંજે ૬ થી ૮ માં મોરબી તાલુકામાં ૪૩ મીમી, ટંકારા તાલુકામાં ૬૪ મીમી, માળિયામાં ૦૩ મીમી, વાંકાનેરમાં ૩૪ મીમી અને હળવદમાં ૪૨ મીમી વરસાદ નોંધાયો છે તો મોરબી તાલુકામાં બપોરે ૦૫ મીમી વરસાદ વરસ્યો હતો અને મોરબી તાલુકામાં સાંજ સુધીનો કુલ ૪૮ મીમી વરસાદ નોંધાયો છે.