૪ થી ૬ વાગ્યા સુધીમાં બે કલાકમાં હળવદમાં ૨૪મીમી અને ટંકારામાં ૧૬મીમી વરસાદ વરસ્યો
મોરબી જિલ્લાના એક તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં આજે મેઘમહેર થઈ છે જેમાં મોરબી તાલુકો,હળવદ,ટંકારા અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો છે.મોરબી અને વાંકાનેરમાં બપોરે વરસાદ આવ્યો હતો પરંતુ હળવદ અને ટંકારામાં સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસી પડયો હતો.
મોરબી જિલ્લાના વરસાદી આંકડા જોઈએ તો સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી મોરબી તાલુકામાં 20 mm ,ટંકારા તાલુકામાં 16 mm,હળવદ તાલુકામાં 24mm,વાંકાનેર તાલુકામાં 4mm વરસાદ નોંધાયો છે.જ્યારે માળીયા મીયાણા તાલુકામાં વરસાદી આંકડો શૂન્ય રહ્યો છે.