Sunday, October 6, 2024
HomeGujaratહળવદના રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવાનો ખાર રાખી બે ભાઇઓએ બહેનને ભગાડી...

હળવદના રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવાનો ખાર રાખી બે ભાઇઓએ બહેનને ભગાડી ગયેલ યુવકની હત્યા કરી

બહેનને ભગાડી જનાર યુવકના ઘરે જઈ છરીના ઘા મારી હત્યા નિપજાવી, યુવકના ભાઈને પણ પેટમાં છરી મારી દેતા સારવારમાં દાખલ

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકા રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવા બાબતનો ખાર રાખી બે ભાઇઓએ યુવકના ઘરે છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર ધારણ કરી યુવકને પેટના ભાગે છરીનો એક ઘા મારી આંતરડા બહાર કાઢી નાખી હત્યા નીપજાવી હતી. જ્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલા યુવકના નાના ભાઈને પણ પેટમાં છરીનો જીવલેણ ઘા મારી દેતા હાલ તેને સારવારમાં હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. યુવકની હત્યા નીપજાવી બંને સગા ભાઈઓ નાસી ગયા છે. હાલ મૃતકના પિતા દ્વારા બંને હત્યારા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૦૩(૧), ૧૦૯, ૩૩૨(a) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા બાબુભાઈ ગોકળભાઇ લોલાડીયા ઉવ.૬૦ એ હળવદ પોલીસ મથકમાં રાયસંગપુર ગામમાં રહેતા પોતાના કુટુંબી ભાઈઓ એવા આરોપી ગૌતમભાઈ કરમણભાઈ લોલાડીયા તથા વિપુલભાઈ કરમણભાઇ લોલાડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે કામના બન્ને આરોપીઓ ગૌતમભાઈ અને વિપુલભાઈની બહેનને અગાઉ ફરિયાદીના દીકરો શામજીભાઈ ભગાડીને લઈ ગયેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી, ગત તા. ૦૨/૦૭ના રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં બન્ને આરોપીઓએ ફરીયાદી બાબુભાઈના ઘરમાં પ્રવેશ કરી આરોપી ગૌતમભાઈએ તેના હાથમા રહેલ છરી વતી શામજીભાઇને પેટના ભાગે જીવલેણ ઈજા કરી મોત નિપજાવી તથા શામજીભાઈના ભાઈ ગોપાલને પણ મારી નાખવાના ઈરાદે પેટના પડખાના ભાગે છરીથી એક ઘા મારી ગંભીર ઈજા કરેલ હોય તેમજ આરોપી વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદી બાબુભાઇને માર મારી બંને હત્યારા સ્થળ ઉપરથી નાસી ગયા હતા. જે મુજબની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે નવા ફોજદારી કાયદાની હત્યાની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!