ચાર મહિના પહેલા બનેલ બનાવમાં અજાણ્યા આરોપીઓ સામે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી
મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં માળીયા-અમદાવાદ હાઇવે રોડ સાઈડમાં આવેલ ખેતરના શેઢે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી મૂળ રાજસ્થાનના વતની યુવકની હત્યા નિપજાવવામાં આવી હોવાની ઘટના અંગે મૃતકના પત્નીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર રાજસ્થાન રાજ્યના બાસવાડા જીલ્લાના દદુકા ગામે રહેતા કુરીબેન સંજયભાઈ મોહનભાઈ મહવઈ ઉવ.૩૫ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા હત્યારા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ અણીયારી ગામની સીમમાં માળીયા-અમદાવાદ હાઇ-વે પાસે ગોવીંદભાઇ દેસાઇ રહે. ગાયત્રીનગર, મોરબી વાળાના ખેતરના સેઢાં પાસે ફરિયાદી કુરિબેનના પતિ સંજયભાઈની કોઈ અજાણ્યા શખ્સો એ કોઇ કારણોસર તીક્ષણ હથિયારના ઘા મારી, ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હોય, ત્યારે સમગ્ર બનાવની પોલીસ દ્વાએ અ.મોતની નોંધ કરી આ માટે તપાસની ગતિવિધિ ચાલુ હોય તે દરમિયાન મૃતકની પત્નીની ફરિયાદને આધારે હાલ પોલીસે અજાણ્યા હત્યારાઓને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.