Thursday, November 7, 2024
HomeGujaratવાંકાનેરના રાજાવડલા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો

વાંકાનેરના રાજાવડલા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતા દ્વારા લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વઘાસિયા ગામમાં લોક કલાકાર કિશન બારોટના રાસ ગરબા, લોકગીતોના કાર્યક્રમોએ લોકોને રસ તરબોળ કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે. તાજેતરમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, પરંપરાગત રાસ ગરબા, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, પોલિયો નાબૂદી માટે રસીકરણ અભિયાન, આધાર કાર્ડ, આયુષમાન કાર્ડ, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પણ સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજન, નાટકનો ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ, ૨૦૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે લોક કલાકાર કિશનભાઈ બારોટને વઘાસિયા ગ્રામ પંચાયત અને રાજાવડલા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!