પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાંથી તેમજ અન્ય રાજયમાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ. વી.બી.જાડેજાએ એ.એચ.ટી.યુ.ના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરતા પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૨૭૭/૨૦૧૯ આઇ.પી.સી.ક. ૩૬૩, મુજબના ગુન્હાના કામે આરોપી, ભોગબનનારને ભગાડી અપહરણ કરી ટંકારા સરદારનગર પટેલ સોસાયટી સરદાર સ્કુલ પાસે રહેતો હોવાની હકિકત મળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનીટ મોરબીના એ.એસ.આઇ. હીરાભાઇ મનજીભાઇ ચાવડા સાથે ટીમ બનાવી ટંકારા સરદાર સ્કુલ પાસે તપાસ કરતા ઉપરોકત ગુનાનો આરોપી સોનુ રૂમાલભાઇ ભાવસીંગ ડામોર (ઉ.વ. ર૫ રહે. ગડવાળા તા.જી.જાબુવા (એમપી)) વાળો તથા ભોગબનનાર તેમજ તેનું બાળક મળી આવતા તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે રાજગઢ પોલીસ સ્ટેશનની ટીમને સોપવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ, પોણા બેએક વર્ષ પહેલા મધ્ય પ્રદેશ રાજયના ધાર જિલ્લાના ઝાઇ ગામેથી સગીર વયની બાળાનું અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીની ટીમને સફળતા મળેલ છે.
આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા ASI હીરાભાઇ ચાવડા, તથા HC પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા PC નંદલાલ વરમોરા, વિક્રમભાઇ કુંગસીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.