રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા આજ રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રાજ્યનાં ખેડૂતો માટે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.
રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠનનાં ગુજરાત પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અવારનવાર, અતીવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિથી પરેશાન થાય છે અને તેઓ દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે. જેનાથી કિશાનો પરેશાન છે. કિશાન દેવામાં ડૂબતો જાય છે અને ખેડૂતો દ્વારા આથિક તંગી ના કારણે અવારનવાર આત્મ હત્યા ના બનાવો બને છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે બનાવો બનેલ છે. સરકાર દ્વારા S.D.R.F. મુજબ જે સહાય ચૂકવામાં આવે છે. તો ખેડૂતોની મશ્કરી સમાન છે. જે ખેડૂતો પાંચ લાખનું કરજ લઈને પોતાના પાકો વાવેલ હોય તેને વધારેમાં વધારે ફક્ત ૨૩ હાજર રૂપિયા જ મળે તો આનાથી થાય શું? થાય તો આ યોજના દ્વારા ખેડૂતોને દાઝ્યા પર ડામ આપવા સમાન હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે. પરંતુ જો સરકાર ખરેખર ખેડૂતોની હિતેષી સરકાર હોય તો ૨૦૧૪ પહેલા જે સરકારી વીમા કંપનીઓ દ્વારા વીમાનું પ્રીમીયમ લઇને વીમો આપવામાં આવતો હતો અને તે કંપની દ્વારા જે વીમો ચુકવવાની પધ્ધતિ હતી તે જૂની પધ્ધતિ ફરી થી લાગુ કરવા અમારી લાગણી અને માંગણી છે. જો આ યોજના પ્રાઇવેટ વીમા કંપનીને આપવામાં આવે તો ખેડૂતોને કેવો અન્યાય કરવામાં આવે છે તે સૌએ ભૂતકાળમાં જોયેલું જ છે. તો ખેડૂતોના હિતમાં ફરીથી કિશાન ફસલ વીમા યોજના સરકારી વીમા કંપની દ્વારા ચાલુ કરવા અમારી નર્મ અરજ સાથે વિનતી છે. તેમ રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠનનાં ગુજરાત પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું.