જામનગરમાં સફાઈ કર્મચારી પાસેથી લાંચ લેતા બે આરોપીઓને રાજકોટ એકમ એસીની ઇન્ચાર્જ મદદનીશ નિયામક ના સુપરવિઝન માં જામનગર એસીબી ટીમે રંગેહાથ ઝડપી ઝડપી લઇ આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
રાજકોટ એસીબી ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેના દાદી જામનગર મહાનગર પાલિકાના કાયમી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે જેમાં સરળતા રહે અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે રવજીભાઈ મગનભાઈ પરમારે આરોપી પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાને રૂ.૨૨,૫૦૦/- ની રકમ આપવાનું કહી લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી જામનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના આ છટકા દરમિયાન રવજી પરમારે ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.૨૨,૫૦૦/- સ્વીકારી પોતાના હાથમાં લઈને ગણતરી કરવા લાગ્યો હતો. જે અંગે શંકા જતા ફરિયાદીને લાંચની રકમ પરત આપી ઓફિસે જઈ પ્રકાશચંદ્ર મકવાણાને આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ પ્રકાશચંદ્ર મકવાણાની વોર્ડ નંબર-19 ની ઓફિસમાં જઈ પ્રકાશચંદ્ર મકવાણાએ રવજીભાઈ પરમાર સાથે વાતચીત કરી ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 22,500/- સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. આમ, બંને આરોપીએ એકબીજાની મદદગારી કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…જેમાં ટ્રેપીંગ અધિકારી આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં સુપર વિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.