Thursday, April 3, 2025
HomeGujaratરાજકોટ એસીબી ટીમનો સપાટો:મનપાના તત્કાલીન આસીસટન્ટ ટાઉન પ્લાનર વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો...

રાજકોટ એસીબી ટીમનો સપાટો:મનપાના તત્કાલીન આસીસટન્ટ ટાઉન પ્લાનર વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

રાજકોટ શહેર એ.સી.બી. દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન આસીસટન્ટ ટાઉન પ્લાનર, ટી.પી.યુનીટ હાલ ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર DEE (સિવિલ), વર્ગ-૨ અજયભાઈ મનસુખભાઈ વેગડ વિરુધ્ધ અપ્રમાણસર મિલકત બાબતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.જેના તા. ૦૧/૦૪/૨૦૧૪ થી તા.૦૩/૦૬/૨૦૨૪ સુધીના ચેક કરતાં આરોપીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂા.૬૫,૯૭,૦૦૦/- ની રોકડ રકમ જમા કરાવ્યાનું સામે આવ્યું હતું.જેથી તેની અપ્રમાણસર મિલકત બાબતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્રારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારો-૨૦૧૮) અંતર્ગત સરકારી અધિકારી કે કર્મચારીઓ દ્રારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર / જંગમ મિલ્કતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેકશન એકટ-૧૯૮૮ (સુધારા તા.૩૧/૧૦/૨૦૧૮) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્રારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આરોપી અજયભાઈ મનસુખભાઈ વેગડ, તત્કાલીન આસીસટન્ટ ટાઉન પ્લાનર, ટી.પી.યુનીટ, હાલ: નાયબ કાર્યપાલક ઇજનેર, (સિવિલ શાખા), વર્ગ-૨, બાંધકામ શાખા, રાજકોટ મહાનગરપાલિકાની અપ્રમાણસર મિલ્કતની તપાસ દરમિયાન તા.૦૧/૦૪/૨૦૧૪ થી તા.૦૩/૦૬/૨૦૨૪ સુધીના સમયગાળા દરમયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર દ્રારા કરવામાં આવ્યા બાદ આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના પત્નિ તથા બાળકોના નામે સ્થાવર / જંગમ મિલ્કતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાહેર થયું હતું. જેથી આરોપી વિરૂધ્ધ રૂા.૭૫,૨૧,૦૯૩/- (અંકે રૂપિયા પીચોતેર લાખ એકવીસ હજાર ત્રાણુ રૂપિયા પુરા) નુ એટલે કે, ૩૮.૭૬% વધુ અપ્રમાણસર મિલ્કતો એટલે કે આવક કરતા વધુ સંપત્તિ વસાવેલી ધ્યાને આવી હતી. જે અરજીની તપાસ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નિયામક પિયુષ પટેલ તેમજ કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો રાજકોટ એકમના માર્ગદર્શન મુજબ કરી,તપાસ કરનાર અધિકારી પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર વાળાએ સરકાર તરફે ફરીયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-૧૯૮૮ (સુધારો -૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો છે. જે ગુન્હાની આગળની તપાસ જે.એમ.આલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યને સોંપવામાં આવી છે. આરોપી અજયભાઈ મનસુખભાઈ વેગડે પીરીયડ તા.૦૧/૦૪/૨૦૧૪ થી તા.૦૩/૦૬/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના તથા પોતાના પરીવારના સભ્યોના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂા.૬૫,૯૭,૦૦૦/- ની રોકડ રકમ જમા કરાવ્યાનું ધ્યાને આવ્યું છે.

 

તેમજ અન્ય કોઈ સરકારી અધિકારી, કર્મચારીની અપ્રમાણસર મિલ્કતો તથા બેનામી મિલ્કતો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેંક લોકર, બેંક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલ્કતો વસાવવામાં આવી છે.

તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ એ.સી.બી.ના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં-૦૭૯-૨૨૮૬૯૨૨૮, વ્હોટસએપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા, કચેરી સમય દરમયાન રૂબરૂ સંપર્ક કરવા, CD અથવા પેનડ્રાઇવમાં માહિતી મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!