Wednesday, April 2, 2025
HomeGujaratરાજકોટ:આજીડેમ પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા અને કાર્ટીઝ સાથે એક ઇસમને ઝડપી...

રાજકોટ:આજીડેમ પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા અને કાર્ટીઝ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

રાજકોટ રોલેક્ષ રોડ, સાંઈબાબા સર્કલ નજીકથી રાજનકુમાર સદાનંદ ગૌતમને દેશી બનાવટનો તમંચો ૧ નંગ કિંમત રૂ.૫૦૦૦/- અને જીવતા કાર્ટીઝ ૨ નંગ કિંમત રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૫૨૦૦/- ના મુદ્દામાલ સાથે આજી ડેમ પોલીસ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર સજનસિંહ પરમાર સાહેબ (ઝોન-૧) તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ (પુર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી સુચના આપી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.બી.જાડેજાની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.રાણા, સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. રવિભાઈ દિલીપભાઈ વાંક, હારૂનરસીદ રમજુભાઈ ચાનીયાને મળેલ બાતમીના આધારે રાજકોટ, રોલેક્ષ રોડ, સાંઈબાબા સર્કલ નજીકથી રાજનકુમાર સદાનંદ ગૌતમને દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિંમત રૂ.૫૦૦૦/- અને જીવતા કાર્ટીઝ નંગ-૨ કિંમત રૂ.૨૦૦/- મળી કુલ કિંમત રૂ.૫૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં પોલીસ ઇન્સ્પેકટર એ.બી.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.રાણા, એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ચિરોડીયા, દિગ્પાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહીલ, જગદીશસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઈ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઈ ધરજીયા, સંજયરાજ બારોટ તેમજ વિશ્વરાજસિંહ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!