મોરબીના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જેની રકમ ચૂકતે કરી છતાં બેન્ક દ્વારા અરજદારનું મકાન રિલીઝ ન કરતા મામલો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પહોંચ્યો હતો. જેથી અરજદારનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લેવામાં આવી હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત મકાન રિલીઝ ન કરતા રમેશભાઈ ટપુભાઈ ભોરણીયા દ્વારા તેઓના વકીલ મયુર પી. પુજારા મારફતે મોરબી જિલ્લા ગ્રાહક તકરાર કોર્ટમાં ફરિયાદ કરતા બેંક દ્વારા એવો વાંધો લેવામાં આવેલ કે રમેશભાઈ ગંગોત્રી ગ્લેઝમાં જામીન તરીકે હોય તેઓની પ્રોપર્ટી મુક્ત કરી શકાય નહીં જેથી કેશ ચાલી જતાં રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાના વકીલ દલીલ તથા રજૂ કરેલ પુરાવા ધ્યાને લઇ ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા મિલકત મોર્ગેજ કરેલ હતી તે મિલકત પરની લોન ભરપાઈ થઈ જવા છતાં મિલકત રિલીઝ ન કરવી તે ગ્રાહક નું શોષણ કહેવાય અને અયોગ્ય વેપાર નીતિ કહેવાય અને તે અટકાવવી જોઈએ તેવું માની મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કરીને શ્રી રાજકોટ નાગરિક બેંકને એવો હુકમ કરવામાં આવ્યો હતો કે, વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા લેવાયેલ લોનની જામીન તરીકે રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાનું મોર્ગેજ કરેલ મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવું અને મુક્ત કર્યાનું લખાણ રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાને હુકમના ૪૫ દિવસમાં આપવું. ત્યારે ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.