Tuesday, December 24, 2024
HomeGujaratસૌરાષ્ટ્ર પંથકમાં ઉલ્ટી ઉબકાના ઢોંગ કરી ચોરી કરતી ગેંગને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે...

સૌરાષ્ટ્ર પંથકમાં ઉલ્ટી ઉબકાના ઢોંગ કરી ચોરી કરતી ગેંગને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી મોબાઇલ ફોન, રોકડ ચોરી લેતી ચાર શખ્‍સોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી છે. આ ટોળકીએ મોરબી જિલ્લાના વાંકાનેર, જામનગરના ધ્રોલ તેમજ રાજકોટ સહિતના શહેરોમાં 36 લોકોને ‘શિકાર’ બનાવ્‍યાનું ખુલ્‍યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેંગ પાસેથી રૂા. ૧૪,૦૦૦ રોકડ, ૩૪,૦૦૦ ના ૪ મોબાઇલ ફોન, ત્રણ રિક્ષા કિંમત રૂપિયા ૧.૯૦ લાખ મળી કુલ ૨.૩૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી ઉલટી, ઉબકા કરવાના બહાને મુસાફરોના ખિસ્સા ખાલી કરી નાખતા આરોપીઓન પકડી પાડયા છે. રાજકોટના ભગવતીપરા મેઇન રોડ, આરએમસી ક્‍વાર્ટર ખાતે રહેતો રાહીલ ઉર્ફે રાહુલ દીલાવરભાઈ બાબુવાણી અને રફીક ઉર્ફે ભૂરો હનીફભાઈ શેખ તેમજ ગાયત્રીનગર મેઈન રોડ, ભક્‍તિનગર સર્કલ પાસે, ફૂટપાથ પર રહેતો ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા અને શિવાજી ચોક, ભગવતીપરાના રમજાન ઉર્ફે રમજુ હુસેનભાઈ રાઉમાને ઝડપી પાડ્યા છે. જે બાબતે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ચાર સભ્યોની ટોળકીમાંથી કોઇ એક રિક્ષા ચલાવતો હોય છે અને બાકીના પાછળ મુસાફરના સ્‍વાંગમાં બેઠા હોય છે. અને બાદમાં એકલ દોકલ મુસાફરને પાછળ બેઠેલા સાગ્રીતની વચ્‍ચે બેસાડી રિક્ષા ચાલુ થાય પછી સાગ્રીત પોતાને ઉલ્‍ટી થાય છે તેમ ચાલુ રિક્ષાએ બહારની સાઇડ ઉબકા કરવાનો ઢોંગ કરે છે. જ્યારે તે દરમિયાન બીજો સાગ્રીત જે તે મુસાફરના ખિસ્‍સામાંથી મોબાઇલ ફોન અથવા રોકડ સેરવી લઇ બાદમાં કોઇને કોઇ બહાનુ કરી જે તે મુસાફરને ઉતારી ભાગી જતાં હતાં. તેમજ આરોપીઓએ છેલ્લા દોઢેક મહિના દરમિયાન રાજકોટ, વાંકાનેર, ધ્રોલ, સરધાર, વિંછીયા, ચોટીલા, પડધરી સહિતના ૩૬ સ્‍થળોએ લોકોને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડી બાદમાં ઉલ્‍ટી-ઉબકા, ધક્કામુક્કી કે થૂંકવાના બહાને મુસાફરની નજર ચૂકવી ખીસ્‍સામાંથી મોબાઈલ અને રોકડ સેરવી લીધા હતાં. જે આરોપીઓ વિરુદ્ધ અગાઉ મોરબીમાં પણ ગુન્હા નોંધાઇ ચૂક્યાંનું જાણવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!