રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શહેરના લોકોને સાયબર ફ્રોડથી બચાવા માટે જન જાગ્રુતી સંદેશો આપ્યો છે. જેમાં સાયબર ફ્રોડમાં ભોગ બનતા લોકોને અટકાવવા માટે જાગૃત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, દિવસે ને દિવસે લોકો ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરતા થયા છે તો બીજી તરફ એ જ ટેકનોલોજીનો દૂર ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમા કોઇ ફાઇનાન્સીયલ ફ્રોડનો ભોગ ન બને તેની તકેદારી રાખવા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તમામ અધીકારી તથા કર્મચારી રાજકોટ શહેરની જનતાને સાયબર ફ્રોડથી બચાવા માટે તત્પર છે. શહેરમા અવાર નવાર સાયબર ક્રાઇમથી બચવા માટે તકેદારીના પગલા રૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશના પ્રોગ્રામ કરવામાં આવે છે. સાયબર ફ્રોડના મોડસ ઓપરેડીંગ બદલાતા રહેતા હોવાથી લોકોને તેનાથી અવગત રહેવુ જરૂરી હોય જેથી હાલમા સ્ટોક માર્કેટમા ઇન્વેસટમેન્ટના નામે રોકાણ કરી લોકો સાથે ઓનલાઇન સાયબર ફ્રોડ થતા હોવાની તથા ઓનલાઇન ટાસ્ક પુરા કરી રૂપીયા કમાવાની લાલચ આપી વ્યાપક પ્રમાણમા ઓનલાઇન ફ્રોડ થતા હોવાથી તે બાબતે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે. જેમાં કોઇ અજાણી લીંક ખોલવી નહી કે કોઇ અજાણી વ્યકિત ને ઓ.ટી.પી આપવો નહી કે શેર બજારમા વધુ પૈસા કમાવાની લાલચમા આવી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી તે ઉપરાંત ફેક આઇડેન્ટીટી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ (શેર માર્કેટ ફ્રોડ ) ,ક્રેડીટ કાર્ડ/ ડેબીટ કાર્ડ ફોર્ડ, ઓન લાઇન સોપીંગ ફોડ, વિધાઉટ ઓ.ટી.પી ફોડ, લોન એપ્લીકેશન ફ્રોડ, લીંક દ્વારા ફોડ, જોબ ફોડ, બુકીંગ ફોડ,સોશીયલ મીડીયા – ફેક ફેસબુક, ટાસ્ક ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, વિથ ઓ.ટી.પી ફોડ, ન્યુડ વિડીયો કોલ ફોડ, પેન્સીલ જોબ ફોડ, સોશીયલ મીડીયા ફ્રોડ, ઓ.એલ.એકસ ફોડ, કેશ બેક ફોડ , કે.વાય.સી ફોડ, ગીફટ ફ્રોડ, લોટરી ફ્રોડ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફોડ, એસકોટીંગ ફોડ, ઇન્સયોરન્શ પોલીસી ફોડ, આઇ.ડી કોડ, ઇલેકટ્રીસીટી બીલ પેમેન્ટ ફ્રોડ , બ્લેક મેલ ફ્રોડ અને મેટ્રો મોનીયલ ફોડ સહિતના લોકો સાથે ફ્રોડ થાય છે ફ્રોડ થી બચાવવા માટે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાગૃતિ સંદેશો આપવામાં આવ્યો છે…