IUCAW યુનિટ દ્વારા રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેડી ચોકડી પાસે વેલનાથ પ્રાથમિક શાળા નં. ૭૧ ખાતે ૧૦૫ જેટલા વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિ માટે માહિતી આપવામાં આવી હતી. જેમાં મહિલાને રક્ષણ આપવાના કાયદા બાબતે, ગુડ ટચ બેડ ટચ, મહિલા હેલ્પ લાઈન નંબર ૧૮૧ અંગેની માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પુજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆના માર્ગદર્શન હેઠળ IUCAW યુનિટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર બી. ટી. અકબરીની ઉપસ્થિતિમાં આજરોજ IUCAW યુનિટના કર્મચારી પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા તેમજ મહિલા શી ટીમના કર્મચારીઓને સાથે રાખી બી ડિવિઝન ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર બેડી ચોકડી પાસે વેલનાથ પ્રાથમિક શાળા નંબર 71 ખાતે આશરે 105 જેટલા વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિ લાવવા માટે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલાને રક્ષણ આપતા કાયદા બાબતે, ગુડ ટચ બેડ ટચ, મહિલા હેલ્પલાઇન નંબર 181 અંગેની માહિતી તેમજ તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી તેમને મહિલાના કાયદા બાબતે પ્રોત્સાહન IUCAW યુનિટ ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું.