રાજકોટ:વર્ષ ૨૦૨૧ માં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોઠારીયા ચોકડીએ ફરિયાદીના પતિ ઇંડા ખાવા ગયા હતાં. ત્યારે આરોપી કાળુ ગઢવીએ તેનુ મોટર સાયકલ રોકી છરી બતાવી ઇંડા ખાવાના રૂપીયાની માંગણી કરતા રૂપીયા આપવાની ના પાડતા કાળુ ગઢવીએ પેટમાં છરીના ઘા મારી ગંભીર ઇજાઓ કરી ફરીયાદીના પતિનું મોત નીપજાવ્યું હતું. જે ખૂનના ગુન્હામાં આરોપી વિરૂદ્ધ તલસ્પર્શી તપાસ કરી હતી જે કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી રંભાબેન કાળુભાઇ ભાદરકા રહે.રાજકોટ વાળાએ પોતાની ફરીયાદ આપેલ હતી કે તા. ૦૫/૧૨/૨૦૨૧ ના રોજ રાત્રીના ૦૮:૪૫ વાગ્યે તેના પતિ મરણજનાર કોઠારીયા ચોકડીએ ઇંડા ખાવા ગયા હતાં. ત્યારે આરોપી કાળુ ગઢવીએ તેનુ મોટર સાયકલ રોકી છરી બતાવી ઇંડા ખાવા રૂપીયાની માંગણી કરતા રૂપીયા આપવાની ના પાડતા કાળુ ગઢવીએ પેટમાં છરીના ઘા મારી ગંભીર ઇજાઓ કરી ફરીયાદીના પતિનું મોત નીપજાવ્યું હતું. જેની ફરિયાદને આધારે આરોપીની ખૂનના ગુન્હામાં ધરપકડ કરી મહત્વના સચોટ પુરાવા આરોપી વિરૂધ્ધના એકત્રિત કરી તપાસના અંતે યાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ સેસન્સ કોર્ટમાં કમીટ થતા સેસન્સ કેસ નં.૩૦/૨૦૨૨ પડેલ હતા. જે કેસમાં ટ્રાયલ દરમયાન સહકારી વકીલ સમક્ષ મહત્વના સાહેદો, પંચોને બ્રીફ કરવા સહીતની કામગીરી ત્યાર બાદ કરવામાં આવી હતી. આ કેસ સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ બીનલબેન રવેશીયા દ્વારા કેસ ચલાવી મરણજનાર કાળુભાઇ ભાદરકાના પત્ની અને ફરીયાદીને તેના પુત્રની હાજરીમાં મરણજનારએ મરણોન્મુખ નિવેદન આપ્યું હતું. તે નિવેદન તેમજ અન્ય સરકાર પક્ષે મહત્વના પુરાવાઓ તપાસી ધારદાર દલીલો કરતા આરોપીને ૧૪માં અધિક જીલ્લા તથા સત્ર ન્યાયાધીશ સી.એસ.મકવાણાની કોર્ટએ તા. ૧૭/૦૬/૨૦૨૫ ના રોજ આરોપીને ખુનના ગુન્હા માટે આજીવન સખત કેદની સજા તેમજ રૂ.૨૫,૦૦૦/- ના દંડની સજાનો હુકમ કર્યો છે.