ઇમિટેશન ના ધંધા સાથે સંકળાયેલા રાજકોટ જીલ્લાના જામગઢ ના હેમંત હમીરભાઈ વાટુકિયા નામના યુવકની સાત હનુમાન પાસેથી બે હજારના દરની ૫૧ નકલી નોટો સાથે ધરપકડ કરાઈ
રાજકોટ કુવાડવા પોલીસે બે હજારના દરની નકલી ચલણી નોટો સાથે એક યુવકની ધરપકડ કરાઈ છે જેમાં રાજકોટ શહેર કુવાડવા પીઆઈ એમ સી વાળાની સૂચનાથી પીએસઆઇ બી પી મેઘલાતરની આગેવાની હેઠળ કુવાડવા પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગ માં હોય એ દરમ્યાન પીળા અને કાળા કલરનું ટી શર્ટ પહેરેલો એક વ્યક્તિ નકલી નોટો લઈને સાત હનુમાન પાસે આવ્યો હોવાની બાતમી મળતા જ કુવાડવા પોલીસે બાતમી મુજબના શંકાસ્પદ ઈસમની ત્યાં જઈ તપાસ કરતા આરોપો હેમંત હમીરભાઈ વાટુકિયા રહે.જામગઢ તાં.જી. રાજકોટ (ધંધો ઇમિટેશન કામ ) પાસેથી ૧,૦૨૨૨૨/- રૂપિયાની બે હજારના દરની ૫૧ નકલી ચલણી નોટો મળી આવી હતી જેની કુવાડવા પોલીસે હેમતની ધરપકડ કરી નકલી ચલણી નોટો અને મોબાઈલ ફોન કી.૫૦૦૦/- સાથે કુલ મળી ૧,૦૭૦૦૦/-રૂપિયા સાથે ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આ નકલી નોટો ક્યાંથી આવી હતી અને કોને કોને પધરાવવામાં આવી છે તેની ઉંડાણપૂર્વક ની તપાસ હાથ ધરી છે . આ સફળ કામગીરી રાજકોટ કમિશ્નર મનોજ અગ્રવાલ,જોઈન્ટ સીપી ખુરશીદ અહેમદ,ડીસીપી પ્રવિણ કુમાર,એસીપી એસ આર ટંડેલ સહિતની સૂચના થી કુવાડવા પીઆઈ એમ.સી.વાળા,પીએસઆઇ બી.પી મેઘલાતર ,પોલીસકર્મી અરવિંદ મકવાણા,જ્યંતી ગોહિલ,કિશોર પરમાર,સતીશ લાવડિયા,દેવેન્દ્રસિંહ જાડેજા,કલપેન્દ્રસિંહ જાડેજા,મુકેશ સબાડ સહિતનાઓ જોડાયા હતાં.