આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ૯૩ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું.
રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાત્રે સત્તાવાર આંકડા સામે આવશે. ત્યારે રાજકોટ લોકસભા હેઠળ ટંકારા પડધરી વિધાનસભા આવે છે. જેમાં રાજકોટ લોકસભા વિસ્તારનું સૌથી વધુ ૬૪ ટકા મતદાન નોંધાયું છે. મોરબીમાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ EVM મશીનો સ્ટ્રોંગ રૂમમાં લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી મોડી રાત્રી સુધી ચાલશે. જે બાદ મોરબી પોલીટેકનિક કોલેજ ખાતે તમામ EVM મશીનોને એકઠા કરી ભૂજ રવાના કરવામાં આવશે. કડક સુરક્ષા બળ સાથે આ EVM ને ભુજ જ્યાં મશીનની ગણતરી થવાની છે ત્યાં સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવશે.