રાજકોટ મોરબી રોડ જાણે અકસ્માતો નુ ઘર બની ગયો હોય તેમજ ટંકારા નજીક આજે એકજ દીવસમા ત્રણ અલગ અલગ વાહનો પલટી ખાઈ જવાના બનાવો સામે આવ્યા છે.
જેમાં ટંકારા નજીક આવેલ 12 નાલા પાસે વહેલી સવારે કાર પલ્ટી ખાઈ ગઈ હતી જ્યારે બપોરે ત્યાંથી થોડે દૂર જ પેસેન્જર ભરેલ રીક્ષા રોડ નિચે ખાડામાં ઉતરી ગઈ હતી. અને સાંજે મિની ટ્રક ટંકારા ઓવરબ્રિજથી આગળ સરકારી આઈ ટી આઈ સામે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાવી પલટી મારી ગયો હતો.
જોકે સદ્ભાગ્યે ત્રણ માંથી એક પણ અકસ્માતના બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ નાની મોટી ઈજાઓ પહોંચી હોય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.