દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને ભારતમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક ઉધોગ હાલ ભયંકર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીરામીક ઉદ્યોગકારોની વહારે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા આવ્યા છે.
સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ચાલુ સપ્તાહે ગાંધીનગર ખાતે ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈને મળી સીરામીક ઉદ્યોગકારોના લાંબા સમયથી પડતર NDF ના પ્રશ્ર્ન બાબતે રજૂઆત કરી હતી. જેને લઇ આજરોજ ગાંધીનગર ઓફિસથી રાજકોટ જીએસટી ઓફિસમાં ટ્રીબ્યુનલ કોર્ટના ચુકાદાના આધારે જે NDF (no data found) ના કેસ પેન્ડિંગ છે. તે કેસો ચલાવી લેવા બાબતે સુચના આપી દેવામા આવી છે.
મોરબી સિરામિક ઉદ્યોગનો સૌથી મોટો અને જૂના એવા C FORM ના અપીલ કેસમાં સાંસદ મોહન કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીદેથરીયાની રજૂઆતો થકી આજે NO DATA FOUND C FORM કેસમાં મોરબી સિરામિકનાં 300 ઉધોગ કારોને રાહત આપવામાં આવી હતી. જેથી સીરામીક ઉદ્યોગકારોના લાંબા સમયથી રહેલ પડતર પ્રશ્ર્નોનુ નિરાકરણ આવતા સીરામીક ઉદ્યોગકારો દ્વારા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.