રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા છે આ જેમાં મોહન કુંડારીયા એ પોતાના ઓફિસયલ ફેસબુક પરથી જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોન્ટાઇન થવાની સલાહ આપી છે જેમાં હાલ સાંસદ મોહન કુંડારીયાને અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જો કે મોહન કુંડારીયા એ બે વખત ટેસ્ટ કરાવ્યા બાદ પણ પોઝિટિવ જણાતો નહોતો બાદમાં RTPCR ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તેઓને અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે તેઓના શુભચિંતકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે










