Wednesday, October 30, 2024
HomeGujaratરાજકીય અગ્રણીની રાજકોટ દેહરાદુન ફલાઇટ શરૂ કરવાની રજૂઆતને ધ્યાને લઈને રાજકોટ સાંસદએ...

રાજકીય અગ્રણીની રાજકોટ દેહરાદુન ફલાઇટ શરૂ કરવાની રજૂઆતને ધ્યાને લઈને રાજકોટ સાંસદએ ઉડયન મંત્રીને પત્ર લખ્યો

મોરબી લોહાણા સમાજ ના યુવા અગ્રણી તેમજ જિલ્લા બિલ્ડર એસોસિયેશન નાં ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યુવા મોરચા ના કારોબારી સભ્ય રૂચિરભાઈ કારીયા દ્વારા તા.૪-૭-૨૦૨૪ નાં રોજ ઇમેઇલ તેમજ ફોન દ્વારા સૌરાષ્ટ્ર નાં તમામ સાંસદો અને ઉડ્યન મંત્રી કિંજરપુ રામમોહન નાયડુ ને રજૂઆત કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર ભર માંથી ઘણા હિન્દુ લોકો ધર્મયાત્રા માટે હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા અર્થે જતા હોય છે ત્યારે હરીદ્વાર નુ નજીક નું દેહરાદૂન એરપોર્ટ આવેલ હોય ત્યાં માટે જવા માટે અમદાવાદ ફરજિયાત જવું પડતું હોય યાત્રાળુ ઓ ને મુશ્કેલી પડતી હોય જો રાજકોટ થી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તો ઘણા હિન્દુ યાત્રાળુ ઓ ને યાત્રા નો સમય ઘટી જાય આ રજૂઆત ને ધ્યાને લઈ ભારત સરકાર નાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા દ્વારા ઉડ્યન મંત્રી ને પત્ર લખીને રાજકોટ – દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!