રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાએ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે કામગીરી કરતા દરમિયાન રાજકોટ શહેર, પી.સી.બી. દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં એકજ દિવસમાં અલગ-અલગ ૬ (છ) જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ પકડી પાડી પાંચ આરોપીઓની અટકાયત કરી છે.જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પી.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન પી.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં એકજ દિવસમાં અલગ-અલગ ૬ (છ) જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. જેમાં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇરફાન ઇસાકભાઇ જુણેજા (રહે.જંગલેશ્વર હુશેની ચોક શેરી નં.૧૬ રાજકોટ)ને ઈંગ્લીશ દારૂની 12 બોટલના રૂ.60,000, કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાજીદ હબીબભાઇ બુટા (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નં.૧૦ દુધ સાગર રોડ, રાજકોટ)ને ઈંગ્લીશ દારૂની 06 બોટલના રૂ.2400 તથા 24 બિયરના ટીનના રૂ.3000 મળી કુલ રૂ.5400, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કૈલાશ સેવલાભાઇ ઉર્ફે શીવાભાઇ કોચરા (રહે.સોતીયા જાલમ ગામ તા.રાણાપુર જી.જાબુઆ (મધ્ય પ્રદેશ))ને ઈંગ્લીશ દારૂના ૬૪ ચપલાનાં રૂ.6400/-, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હંસાબેન શામજીભાઇ વરાણીયા (રહે.રણુજાનગર શેરી નં.૯ રાજકોટ)ને ૧૧૫ લીટર દેશી દારૂનાં રૂ.૨૩,૦૦૦ તથા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રિષ્નાબેન કૈલાશભાઇ પીપળીયા (રહે.કુવાડવા ગામ શકિત હોટલ પાછળ તા.જી.રાજકોટ)ને ૧૦૦ લીટર દેશી દારૂના રૂ.૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જયારે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ ૧૦૦ લીટર દેશી દારૂના ગુન્હામાં અરવિંદભાઇ રામજીભાઇ બાહુકીયા ફરાર થઈ જતા તેને તથા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ ઈંગ્લીશ દારૂની ૪૫ બોટલના રૂ.૧૮,૦૦૦/-ના મુદ્દમાલના ગુન્હામાં યાસીન અકબરભાઈ શાહમદાર (રહે.રાજકોટ) સ્થળ પરથી મળી આવતા તે બંનેને વોન્ટેડ જાહેર કરી પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.
કામગીરી કરનાર પી.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.જે.હુણ, એ.એસ.આઇ. પી.બી.ત્રાજીયા, મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી તથા મહીલા કોન્સ્ટેબલ મનીષાબેન ઇન્દ્રદેવ દ્વારા કરવામાં આવી છે.