Sunday, May 11, 2025
HomeGujaratરાજકોટ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામુ:રાજકોટ શહેરમાં ક્યો માર્ગ ચાર માસ સુધી...

રાજકોટ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામુ:રાજકોટ શહેરમાં ક્યો માર્ગ ચાર માસ સુધી બંધ રહેશે?જાણો

રાજકોટ શહેર વોડ નં૭માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડાતા હૈયાત વોકળો ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્બર્ટ બનાવવાના કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક પહોંચી ચૂક્યું છે. ત્યારે હવે ટૂંક સમયમાં રાજકોટ નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું થાય છે. જે અંગે ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં. ૨૦ સુધીનો રોડ પર વાહનોની અવર જવર માસ-૪ સુધી બંધ કરવાની જાહેરાત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે….

- Advertisement -
- Advertisement -

રાજકોટના વોર્ડ નં ૭ માં આવેલ સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડાતા હૈયાત વોકળો ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્બર્ટ બનાવવાના કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક પહોંચી ચૂક્યું છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં. ૨૦ સુધીનો રોડ પર વાહનોની અવર જવર માસ-૪ સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. તેમજ વાહનોની ડૉ.યાજ્ઞિક રોક પર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર ૫૦-૫૦ મીટર રોડ બંધ કરવામાં આવશે. એના સિવાય યાજ્ઞિકરોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે., સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન/ઓફીસ વગેરેનું પાર્કીંગની અલાદી વ્યવસ્થા કરવામાં આવશે, અને વ્યપારી તેમજ ગ્રાહકો માટે અવર-જવર માટે રસ્તી ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાર્કીંગ કરી શકાશે, રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક થી જ્યુબેલી ગાર્ડન ચૌક થઇ જવાહરરોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફ માલવીયા ચોક જઇ શકશે, રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલરની અવર જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીબડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ (શાસ્ત્રી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઈ શકશે. તેમજ ડૉ.શસ્તિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઈને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઈ શકશે. (નોંધ ડો.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ ન થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.) અને ડૉ. યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર શ્રી રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસથી ડાબી તરફ શ્રી સ્વામીવિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં-૧૦ પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઈને એસ્ટ્રોનચોક-મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઈ શકાશે. તેવું જાહેર નામું તા.૦૪/૦૪/૨૦૨૫ થી ચાર(૪) મહિના સુધી જાહેર જનતાની જાણ માટે આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, સબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. તેમ પણ જાહેર કરાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!