પોલીસ ખુબ મહેનત કરે છે લોકો તેને કાયદો વ્યવસ્થા જાળવવા સાથ સહકાર આપે તે જરૂરી : રેન્જ આઇજી અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ છેલ્લા બે દિવસ થી મોરબી જિલ્લાના ઇન્સ્પેકશન પર છે ત્યારે મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોની મુલાકાત લઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આજે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી.તેમજ હળવદ પોલીસ મથકના વિવિધ ભાગો લોકપ,કમ્પ્યુટર રૂમ સહિતની સુવિધાઓ નુ નિરીક્ષણ કર્યું હતું.આ તકે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા હળવદ પોલીસની પ્રસંશા કરતા જણાવાયું હતું કે હળવદ પોલીસ ખુબ મહેનત કરે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં લોકો પણ સહકાર આપે તે જરૂરી બની રહે છે.આ તકે રેન્જ આઇજી સાથે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ ડીવાયએસપી,હળવદ પીઆઈ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
તેમજ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ એ પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા,હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી અજયભાઈ રાવલ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી.