કપલ બોક્ષ ચલાવતા કાફે સંચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે:રેન્જ આઇજી અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા મોરબી ડિવિઝન કચેરી નુ દ્વી વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં.આવ્યું હતું જેમાં મોરબીમાં શ્રમિકો ની નોંધણી તેમજ મહિલા ને લગતા ગંભીર ગુનાઓ ને અટકાવવા આગામી સમયમાં જરૂરી પગલાં લેવા માટે મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ મોરબીમાં ટ્રાફિક સમસ્યા અને મહિલા સુરક્ષા ને લઈને ચર્ચાઓ કરી જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા.
આ અનુસંધાને પત્રકાર પરિષદ યોજી રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા જણાવ્યું હતું કે આગામી સમયમાં સ્કૂલો કોલેજો ની આસપાસ ફરતા આવતા તત્વો ને ઝડપી લેવા ઝુંબેશ કરવામાં આવશે તેમજ સ્કૂલ સંચાલકો અને ક્લાસિસ સંચાલકો સાથે પણ બેઠક યોજી ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને મોરબી માં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધુ હોવાથી પર પ્રાંતીય શ્રમિકો મોટા પ્રમાણ માં મોરબીમાં આવતા હોય છે જેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન એપ બનાવવામાં આવ્યું છે જેમાં જિલ્લા ભરમાં કામ કરતા ૮૦% શ્રમિકો ની વિગતો ની નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકી ૨૦% રજિસ્ટ્રેશન માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે અને આવતા સપ્તાહ થી શ્રમિકો સાથે પણ પોલીસ સંવાદ નો કાર્યક્રમ યોજવામાં આવશે અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ નુ આયોજન કરવામાં આવશે જુનિયર અધિકારીઓ ને કામગીરી અને પ્રજા સાથે ના વર્તન બાબતે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ મોરબીમાં બે જેટલી નવી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે .
મોરબીમાં તાજેતરમાં એક કાફે ના કપલ બોક્ષમાં યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી આવા કાફે સંચાલકો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના કેફે હોય જેમાં ધંધાકીય આડ માં ગેરકાયદેસર કૃત્ય કરતા હોય તેમના પર પોલીસ કડક કાર્યવાહી કરશે અને તેમના તમામ પ્રકારના લાયસન્સ કેન્સલ થાય અને આવી પ્રવૃત્તિઓ ને ડામવામાં આવશે.