Monday, November 18, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઈજીનું મોરબી જિલ્લાનું ઇન્સ્પેકશન પુર્ણ:જિલ્લામાં ટ્રાફિક સમસ્યા, અકસ્માત સ્ટંટબાજોને લઈને...

રાજકોટ રેન્જ આઈજીનું મોરબી જિલ્લાનું ઇન્સ્પેકશન પુર્ણ:જિલ્લામાં ટ્રાફિક સમસ્યા, અકસ્માત સ્ટંટબાજોને લઈને જરૂરી સૂચનાઓ અપાઈ

સોશિયલ મીડિયામાં વિડિઓ રિલ્સ અપલોડ કરતા સ્ટંટબાજો પર મોરબી પોલીસની સ્પેશીયલ ટીમ રાખશે નજર

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું .જેમાં જિલ્લાના તમામ પોલીસ મથક માં લોકોને મળતી સુવિધાઓ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ મોરબીમાં ટ્રાફિક સમસ્યા માટે જરૂરી સૂચનો કર્યા હતા.તેમજ વાહનો માં સ્ટંટ કરતા તત્વો પર કડક પગલાં લઈ શકાય તે માટે સોશિયલ મીડિયા પર નજર રાખવા અલગ ટીમ ની રચના કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું હતું.

રાજકોટ રેન્જ આઈજી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટંકારા ,હળવદ અને માળીયા મિયાણા પોલીસ મથકો નું નિરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.તેમજ મોરબી જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી ,જિલ્લા ટ્રાફિક અને મહિલાઓ ની સુરક્ષા અંગેની કામગીરી નું નિરીક્ષણ કરી ને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ તકે રેન્જ આઈજી દ્વારા રેન્જ ના પાંચ જિલ્લાઓ મોરબી,રાજકોટ,જામનગર,સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા ના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સાથે ક્રાઇમ કોંફરન્સ પણ યોજવામાં આવી હતી.અને રેન્જ ના તમામ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.

તેમજ મોરબી નજીક મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે બનતા નવા પોલીસ આવાસોનું નિરિક્ષણ કર્યું હતું.તેમજ મોરબી જિલ્લાના સ્થાનિક રાજકિય અને સામાજિક આગેવાનો,વેપારીઓ અને ઉદ્યોગ પતિઓ સાથે બેઠક યોજી તમામ ની સમસ્યાઓ સાંભળી યોગ્ય નિરાકરણ કરવા માટે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

તાજેતર માં ઘણા અકસ્માતોના બનાવો સામે આવ્યા છે જેને લઈને ઓવર સ્પીડ માં વાહનો ચલાવતા તેમજ સોશિયલ મીડિયામાં વિડિઓ અપલોડ કરતા સ્ટંટ બાજો ને સબક શીખડાવવા મોરબી પોલીસ ની એક ટીમ ની રચના કરવાની પણ સૂચના આપી છે.જે ટીમ ફક્ત સોશિયલ મીડિયામાં આ પ્રકાર ના વિડિઓ મુકતા સ્ટંટ બાજો પર નજર રાખી ને તેમને ઝડપી લેવાની કામગીરી કરશે.

તેમજ મોરબી સીરામક ઉદ્યોગકારો ના કરોડો રૂપિયા અન્ય રાજ્યોના વેપારીઓ દ્વારા ફ્રોડ કરવામા આવતું હોય છે જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીના સૂચન થી SIT ની રચના કરવામાં આવી છે.જેમાં આજ સુધી માં પોલીસને ૨૦ કરોડ જેટલી રકમ ની ફરિયાદો મળી છે જેમાં પોલીસે કાર્યવાહી કરતા ૫૦% જેટલી રકમ ઉદ્યોગકારો ને મળી ચુકી છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!