Thursday, January 23, 2025
HomeGujaratનાણાકીય ફ્રોડનો ભોગ બનેલ લોકોને તેમના ગયેલ નાણા પરત કરાવતી રાજકોટ રેન્જ...

નાણાકીય ફ્રોડનો ભોગ બનેલ લોકોને તેમના ગયેલ નાણા પરત કરાવતી રાજકોટ રેન્જ પોલીસ

ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા NCCRP પોર્ટલ શરુ કરવામાં આવી છે. જેમાં અરજદારની ફરીયાદના આધારે સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર દ્વારા આવા શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં ગયેલા નાણા ફ્રીઝ કરાવવામાં આવે છે અને પછી તે નાણા ભોગબનનાર અરજદારના બેંક એકાઉન્ટમાં પરત જમા કરવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા શરુ કરાયેલ NCCRP પોર્ટલનો રાજકોટના રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા સદર હેલ્પલાઇન નંબરનો રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહોળો પ્રચાર-પ્રસાર કરી જે કોઇ પણ વ્યકતિ સાયબર ક્રાઈમનો કે નાણાકીય ફ્રોડનો ભોગ બને કે તુર્તજ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરીયાદ નોંધાવવા જણાવવામાં આવેલ છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નાણાકીય ફ્રોડનો ભોગ બનનારનો સંપર્ક કરી સાયબર ક્રાઈમનો ભોગ બનનારના નાણા પરત અપાવવામાં સફળતા મળેલ છે. જેમાં રાજકોટ રેન્જ હસ્તકના કુલ – ૭(સાત) બનાવોમાં અરજદારોએ ભારત સરકારના NCCRP પોર્ટલના હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરીયાદ કરતા અરજદારની ફરીયાદના આધારે સી.આઈ.ડી. ક્રાઈમ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા અરજદારના બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયેલ રકમ શંકાસ્પદ ખાતા ધારકોના બેન્કના ખાતામાં જમા થયેલ હોય આવા નાણા સી.આર.પી.સી.ની કલમ-૧૦૨ મુજબ ફ્રીઝ કરાવેલ હતા જેમાં અરજદાર જીજ્ઞેશભાઇ માયારામ શુક્લાના રૂ.૯,૭૧૮ સાયબર ક્રાઇમમાં ગયેલ હતા તેમાંથી તેમને ૯,૩૬૮ પરત મળ્યા છે. તેવી જ રીતે અરજદાર કનૈયાલાલ મહાદેવભાઇ મોગરીયાને ગયેલ રૂ.૩,૭૪૪ પૈકી રૂ.૩૩૮૮, અરજદાર શીરાજભાઇ મુલતાણીને ગયેલ રૂ.૧૮,૩૯૯ પૈકી ૧૧,૫૩૯, અરજદાર હરસુખભાઇ મેંદપરાને ગયેલ રૂ.૨૩,૯૯૮ પૈકી ૨૩,૯૯૮, અરજદાર દેવાંગ જીતેશભાઇ બાબરીયાને ગયેલ રૂ.૧૧,૪૦૯ પૈકી ૧૧,૪૦૯, અરજદાર અરવિંદભાઇ તેજાભાઇ નકુમને ગયેલ રૂ.૩૪,૮૫૨ પૈકી ૨૪,૯૯૫ અને અરજદાર ધરતીબેન ભટ્ટને ગયેલ રૂ.૬,૪૫૦ પૈકી ૫,૦૦૦ પરત મળેલ છે. અરજદાર દ્વારા પરત મેળવવા કરેલ અરજીના આધારે અરજદારને મદદરૂપ થઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર જે.વાય.ચૌહાણના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરી અને ટેકનીકલ રીસોર્સના આધારે કુલ-૭(સાત) અરજદારોના ગયેલ નાણાં પૈકી કુલ આશરે રૂ.૯૦,૦૦૦/- જેટલા તેમના ખાતામાં પરત કરાવવામાં સફળતા મેળવેલ છે.

સાયબર ક્રાઈમ પો.સ્ટે. રાજકોટ રેન્જ, રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઇ પણ બેંક દ્રારા પોતાની બેંકના ખાતા ધારકોને ક્યારે પણ ફોન કરવામાં આવતો નથી અને જો આવા ફોન આવે તો તે ફેક કોલ હોય કંઇ પણ માહિતીની આપ-લે કરવી નહી. જરૂર જણાય તો તમારી બેન્કમાં રૂબરૂ જઈ માહિતી મેળવવી. GOOGLE સર્ચ પરથી મેળવેલ કોઈપણ કસ્ટમર કેર નંબર ઉપર ભરોસો કરવો નહી. તેમજ તમારા ઓ.ટી.પી./સી.વી.વી. નંબર/પીન નંબર ક્યારે પણ કોઈને આપવા નહીં. તેમજ અજાણ્યા વ્યક્તિ કે અજાણી વેબસાઈટ દ્વારા કોઈ પણ પ્રકારની એપ્લીકેશન ડાઊનલોડ/ઇન્સ્ટોલ કરવા કેહવામાં આવે તો કરવી નહીં. તેમજ આપની જાણ માટે UPI PIN ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપ્લીકેશનમાં એન્ટર કરવા જરૂરી છે. રૂપીયા મેળવવાં માટે UPI PIN જરૂરી નથી. જેની ખાસ તકેદારી રાખવી. જો ઉપરોક્ત માહિતીનું ધ્યાન રાખવામાં ના આવે તો આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બનતા બચી શકો છો અને જરૂર જણાય તો આપ આપના નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. છતાં પણ આપ ક્યારેય અજાણતા આવા કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી તાત્કાલીક મદદ મેળવવા જણાવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!