Thursday, December 26, 2024
HomeGujaratગોંડલમાં વર્ષ ૨૦૧૭માં લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલ જુનિયર કારકુનને સાત વર્ષની સજા...

ગોંડલમાં વર્ષ ૨૦૧૭માં લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલ જુનિયર કારકુનને સાત વર્ષની સજા અને દંડ ફટકારતી રાજકોટ સેશન્સ કોર્ટ

વર્ષ ૨૦૧૭ માં ફરિયાદીના પુત્ર અને ભાઈ દારુના ગુન્હામાં પકડાયેલ હતા. જેના જામીન ગોંડલ કોર્ટે દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. જે જામીન ઉપર મુકત કરતા સોલવંશી રજુ કરવાનુ જણાવ્યું હતું. જે સોલવંશી સર્ટી કાઢવાના અવેજ પેટે રૂા.૬૫૦૦/- ની લાંચની માંગણી આરોપી નિલેષકુમાર અમરશીભાઈ ધ્રાસોટીયા જુનીયર કારકુન વર્ગ-૩ મામલતદાર કચેરી લોધીકા દ્વારા કરવામાં આવી હતી. જેની ફરિયાદ એ.સી.બી.ને કરતા છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે કેસમાં નામદાર સેશન્સ કોર્ટ રાજકોટ દ્વારા આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ સને-૧૯૮૮ ની કલમ ૭, મુજબ ૫ (પાંચ) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫,૦૦૦/- દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદ તથા કલમ ૧૩(૧) (ઘ) તથા ૧૩(૨) મુજબ ૭ (સાત) વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦/- દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ-૨૦૧૭માં ફરીયાદીના પુત્ર તથા ભાઈ દારૂના ગુન્હામાં નામદાર ગોંડલ કોર્ટે રૂ.૨૦,૦૦૦/- ના જામીન ઉપર મુકત કરેલ અને સોલવંશી રજુ કરવાનુ જણાવ્યું હતું. જેમાં ફરીયાદીના મિત્ર જામીનદાર હતા. તેઓની સોલવંશી સર્ટી મેળવી નામ સેશન્સ કોર્ટ ગોંડલ ખાતે રજુ કરવાનું હોય જે સોલવંશી સર્ટી કાઢવાના અવેજ પેટે રૂા.૬૫૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે ફરીયાદ આધારે ટ્રેપીંગ અધિકારી આર.વાય. રાવલ તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટર મોરબીએ લાંચના છટકાનું આયોજન કરી આરોપી નિલેષકુમાર અમરશીભાઈ ધ્રાસોટીયા જુનીયર કારકુન વર્ગ-૩ મામલતદાર કચેરી લોધીકાને રૂા.૬,૫૦૦/-ની લાંચ લેતા પકડાઈ જતા આરોપી વિરુધ્ધ રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૪/૨૦૧૭,ભ્ર.નિ. અધિ. સને- ૧૯૮૮ની કલમ ૭,૧૩(૧)(ઘ)તથા ૧૩(૨) મુજબનો ગુન્હો તા.૧૫/૧૧/૨૦૧૭ ના રોજ ગુન્હો દાખલ કર્યો હતો. જે ગુન્હામાં તપાસ અધિકારી સી.જે.સુરેજા, તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા પુરાવાઓ મેળવી નામ કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયચ્છીક કાર્યવાહી દરમ્યાન મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ રાજકોટ દ્વારા સજા અંગેનો આખરી હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ સને-૧૯૮૮ ની કલમ ૭, મુજબ ૫ (પાંચ) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫,૦૦૦/- દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદ તથા કલમ ૧૩(૧) (ઘ) તથા ૧૩(૨) મુજબ ૭ (સાત) વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦/- દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ (છ) માસ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સરકારના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારી દ્રારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી.કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ફોન નં. ૦૭૯-૨૨૮૬૬૭૭૨ ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઇ-મેઇલ [email protected] વ્હોટસએપ નંબર-૯૦૯૯૯ ૧૧૦૯૫ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!