ટ્રાફિક માર્ગ સલામતી અને સુરક્ષા માસ અંતર્ગત તા.06/01/2025 10/00 થી 11/00 દરમ્યાન ટ્રાફિક શાખા પૂર્વ વિભાગના PSI આઇ આઇ કટિયા દ્વારા શ્રી હીરા લક્ષ્મી કે. શેઠ પ્રાથમિક શાળાના ધોરણ -8 ના આશરે 70 થી 80 બાળકોને ટ્રાફિકના વિવિધ નિયમો જેમ કે હેલ્મેટ ,રોડ ક્રોસિંગ વગેરેની તેમજ વિવિધ ટ્રાફિક સંજ્ઞાઓની સમજણ આપી તેમજ ટ્રાફિક ના નિયમો પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતના ઘટાડા અને રોડ સેફટી અર્થે વિવિધ કામગીરી તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને ભારત સરકાર દ્વારા દર વર્ષે નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવે છે અને રોડ સેફટીને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે રોડ સેફટી મંથની ઉજવણી અંગે આજ રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની, નાયબ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ટ્રાફિક ડીસીપી
પૂજા યાદવની રાહબરી હેઠળ તથા ટ્રાફીક એસીપી જે.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ટ્રાફિક શાખા દક્ષીણ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર જે એસ ગામીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ચારણ તથા પોલીસ સ્ટાફના માણસો, આર.ટી.ઓ સ્કુલના પ્રીન્સીપલ દ્રારા અહલ્યાબાઈ પ્રાથમિક શાળા નં ૫૭ ખાતે સ્કુલના વિધાર્થીઓને, રોડ સેફટી તથા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૯૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ટ્રાફિક શાખાના ઓફિસરો દ્વારા વાહન ચાલક માટે ટ્રાફિકના તથા રોડ સેફટીના નિયમો અંગેનુ મહત્વ તથા તેને અનુસરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. રોડ અકસ્માતના મુખ્ય કારણો અને તેને નિવારવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમજ તે માટે જાગૃત થાય તેવા સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યા હતા.