રોડ સેફટી મંથ-૨૦૨૫ દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન કુલ ૩૪,૫૧૨ કેસો નોંધી લોકો પાસેથી રૂ.૧.૧૦ કરોડનો દંડ વસુલ્યો હતો અને ૬૦૨ જેટલા વાહનોને ડિટેઇન કર્યા હતા.
ભારત સરકારના વાહન વ્યવહાર અને હાઈવેઝ મંત્રાલય દ્વારા માર્ગ સલામતિ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં રોડ સેફ્ટી વીક/મંથની ઉજવણી કરવામા આવે છે. જે અન્વયે National Road Safety Month-2025 ની ઉજવણી ૧લી જાન્યુઆરી થી ૩૧મી જાન્યુઆરી સુધી કરવામાં આવી છે, જે અંગર્તગ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા એ.સી.પી. મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી પૂજા યાદવ અને એ.સી.પી. જે.બી.ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા રોડ સેફટી મંથ દરમિયાન શહેરી વિસ્તારના લોકો માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું વધુમાં વધુ પાલન કરે તે માટે માસ દરમિયાન શહેરી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરતા વાહન ચાલકો સામે કાયદાની જોગવાઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં CMVR બ્લુ કાચના ગુન્હામાં 729 કેસો નોંધી કુલ રૂ.3,64,500 નો દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ ચાલુ ગાડીએ મોબાઇલ ફોન વપરાશના ગુન્હામાં 516 કેસો નોંધી કુલ રૂ. 258000 નો દંડ, ઓવર સ્પીડના ગુન્હામાં 2242 કેસો, ત્રણ સવારીના ગુન્હામાં 11367 કેસો નોંધી કુલ રૂ.11,36,700 નો દંડ, ટ્રાફિક અડચણરૂપના ગુન્હામાં 3348 કેસો નોંધી કુલ રૂ.2442300 નો દંડ વસૂલી 12 વાહનો ડીટેઇન્ડ કરાયા હતા. તેમજ સુશોબિત નંબર પ્લેટના ગુન્હામાં 3660 કેસો નોંધી કુલ રૂ.1099100 નો દંડ, એરહોર્નના ગુન્હામાં 182 કેસો નોંધી કુલ રૂ.182000 નો દંડ, હેલ્મેટના ગુન્હામાં 2232 કેસો નોંધી કુલ રૂ.1116000 નો દંડ, સીટબેલ્ટના ગુન્હામાં 2593 કેસો નોંધી કુલ રૂ.1296500 નો દંડ, પરચુરણ કાગળોના ગુન્હામાં 2687 કેસો નોંધી કુલ રૂ.1343500 નો દંડ વસૂલી 20 ગાડીઓ ડીટેન્ડ, નંબર પ્લટે વગરના ગુન્હામાં 2203 કેસો નોંધી કુલ રૂ.1103500 નો દંડ વસૂલી 3 ગાડીઓ ડિટેઇન તેમજ અન્ય કેસોમાં 2753 કેસો નોંધી કુલ રૂ.745700 નો દંડ વસૂલી 567 ગાડીઓ ડિટેઇન કરી કુલ 34,512 ગુન્હામાં 1,10,87,800 નો દંડ વસૂલી 602 ગાડીઓ ડિટેઇન કરવામાં આવી હતી.