Tuesday, May 7, 2024
HomeGujaratરાજકોટ ટીટીઈની સતર્કતાથી રેલવેમાં મુસાફરોની ઉંઘનો લાભ લઇ સામાન ચોરતી મહિલા ઝડપાઇ

રાજકોટ ટીટીઈની સતર્કતાથી રેલવેમાં મુસાફરોની ઉંઘનો લાભ લઇ સામાન ચોરતી મહિલા ઝડપાઇ

રાજકોટ રેલવે ડીવીઝનના ટીકીટ ચેકીંગ સ્ટાફે સતર્કતા દાખવી રેલવેમાં રાત્રી દરમિયાન મુસાફરોની ઉંઘનો લાભ લઇ સામાનની ચોરી કરતી મહિલાને ઝડપી લીધી હતી અને 1.75 લાખની કિંમતનો સામાન પેસેન્જરને પરત અપાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાજકોટ ડિવિજનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે આપેલી માહિતિ મુજબ 17 ફેબ્રુઆરી, 2022ના રોજ રાત્રે 01:15 વાગ્યે, રાજકોટ ડિવિજનના ટીટીઈ નિરંજન પંડ્યા ફરજ ઉપર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 3 પર ઉભી હતી અને એક મહિલા અચાનક દોડીને ટ્રેનના એસી કોચ B-1માં પ્રવેશી હતી. ટ્રેન ઉપડતી વેળાએ મહિલાએ એક બેગ સાથે ચાલુ ટ્રેનમાં છલાંગ લાગવતા ટીટીઈને નજરે પડી હતી. જેને લઈને નિરંજન પંડ્યાની સતર્કતા અને સૂઝબૂઝ દાખવું મહિલાને શંકાના આધારે રોકી હતી. ત્યારબાદ એસી કોચમાંથી બે મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે મહિલા તેની બેગ લઈને ભાગી ગઈ છે. ટીટીઈ પંડ્યાએ તરત જ મહિલા પાસેથી બેગ લઈને તે પેસેન્જરને ચાલુ ટ્રેનમાં પાછી આપી અને પછી મહિલાને ટિકિટ બતાવવા કહ્યું હતું પરંતુ મહિલા પાસે ટિકિટ ન હોવાથી યોગ્ય જવાબ આપી શકતી ન હતી.

જેની પૂછપરછ માં મહિલાએ બેન્ચની પાછળ આ બીજી એક બેગ પણ છુપાવી હતી. ટીટીઈએ આ ઘટના અંગે તાત્કાલિક આરપીએફ સ્ટાફ અને કંટ્રોલ ને જાણ કરી અને ફરજ પરના આરપીએફ સ્ટાફ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સીતારામ મગાવા અને કોન્સ્ટેબલ હરેશ સોંડલાને મહીંલા ને સોંપી હતી.

આરપીએફ દ્વારા મહિલાની સઘન પૂછપરછમાં તેમણે જણાવ્યુ હતું કે તેણીએ રાત્રે મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવીને ટ્રેનમાંથી સામાનની ચોરી કરી હતી. આ પછી સમીમબાનો સફિયોદીન દાઉદ મોમીન (ઉંમર 36 વર્ષ) નામની આ મહિલા જે જલગાંવ જિલ્લામાં સ્થિત પટોલા ગામની રહેવાસી છે, તેને જીઆરપીને સોંપવામાં આવી હતી અને તેના પર આઈપીસીની કલમ 379 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

 

વધુમાં વલસાડથી લગ્ન પ્રસંગમાં પોરબંદર જતા મુસાફરી દરમિયાન કિશોર ભાઈ ટંડેલે ટ્રોલી બેગ ચોરાઈ ગઈ છે. તે અંગે પુછપરછ માં મહિલા ચોર પાસેથી મળેલી બેગ એ જ છે. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, ટ્રોલી બેગ અને તેનો તમામ સામાન, જેની કિંમત લગભગ આશરે 1.75 લાખ રૂપિયા હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી. આ ટ્રૉલી બેગ માં સોનાનું એક મંગળસૂત્ર, રૂ. 11500/- રોકડા, એક લેડીઝ પર્સ, ઈમિટેશન જ્વેલરી, ઘડિયાળ અને કપડાં હતા.

આમ રાજકોટ ડિવિજનના ડિવિજનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, સીનિયર ડીસીએમ અભિનવ જેફ અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!