રાજકોટ પંથકમાં ગેરકાયદેસર મનાતા જંતુનાશક દવા બનાવવા માટે બોગસ દસ્તાવેજ ઉભા કરનાર બે શખ્સોને રાજકોટ શહેર એસઓજી પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ રાજકોટ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એ.એસ.આઈ.રવીભાઇ વાંક, પોલીસ હેડ કોન્સ્ટેબલ.કિશનભાઈ આહીર, કિશોરભાઈ ઘુઘલને મળેલ ખાનગી રાહે હકિકત આધારે રાજકોટના સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.-૫ ખાતેથી જુદી જુદી શંકાસ્પદ જંતુનાશક દવાઓ તથા સ્ટીકરો જેની કુલ કિંમત રૂપીયા ૧૧૯૭૪૫૦નો જથ્થો મળી આવતા પોલીસે જંતુનાશક દવાઓમાંથી બે દવાઓ જેમા એક દવા પોર જીઆઇડીસી બરોડા સ્થળ દર્શાવેલ છે જે અંગે તપાસ કરતા આવી કોઈ દવાની કંપની આવેલ ન હોવાનું તપાસમા ભોપાળુ છતું થયું હતું. જેથી પોલીસે જતુનાશક દવા બનાવનાર વિજયભાઇ જીવરાજભાઇ કાનાણી (ઉ.વ. ૪૦ રહે. શયામલ વાટીકા એ-૩૦૨ ટીએનરાવ કોલેજની બાજુમા યુનિ. રાજકોટ) અને બનાવટી સ્ટીકર બનાવી આપેલા ચેતન અરજણભાઇ વાગડીયા (ઉ.વ.૩૦ રહે. ધનંજય પેરેડાઇઝ બી-૧૦૦૧ મવડી મેઇન રોડ રામધણ આશ્રમની બાજુમા રાજકોટ) વાળાંને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ ઉપરાંત ખેતીવિષયક નિયામકને દવાઓનું પૃથ્થકરણ માટે સેમ્પલ મોકલેલ હોય જેઓનો રિપોર્ટ આવ્યેથી તેમના દ્વારા કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ કામગીરી દરમિયાન પીઆઇ આર.વાય. રાવલ, એએસઆઇ સુભાષભાઇ ડાંગર, ભાનુભાઇ મિયાત્રા, રવિભાઇ વાંક, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહીર, મોહીતસિંહ જાડેજા,અજયભાઈ ચૌહાણ તથા કોન્સ્ટેબલ
કિશોરભાઇ ઘુઘલ સહિતના હજાર રહ્યા હતા.