Thursday, December 26, 2024
HomeGujaratરાજકોટના યુવકનું કુવાડવા ગુંદાખડા ગામે હાર્ટ એટેક આવતા મોત

રાજકોટના યુવકનું કુવાડવા ગુંદાખડા ગામે હાર્ટ એટેક આવતા મોત

રાજ્યભરમાં હાર્ટ એટેક આવવાના બનાવી વધી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે વધુ એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવકને ગુંદાખડા ગામે મેસરીયા ખાતે માતાજીના માંડવામાં ડાક વગાડવા જતાં હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા અને ડાગ વગાડવાનું કામ કરતા 38 વર્ષીય ગોપાલભાઇ કરમશીભાઇ મેવાડ નામના યુવક ગુંદાખડા ગામે મેસરીયા ખાતે ગઈકાલે માતાજીના માંડવામાં ડાક વગાડવા જતા હાર્ટ એટેક આવતા બેભાન થયા હતા. જેને લઈ તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવતા કુવાડવા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!