Tuesday, May 6, 2025
HomeGujaratરાજકોટનાં યુવક સાગર જાનીની કિડની ફેઇલ થતાં સારવાર માટે આર્થિક મદદની જરૂર

રાજકોટનાં યુવક સાગર જાનીની કિડની ફેઇલ થતાં સારવાર માટે આર્થિક મદદની જરૂર

રાજકોટનાં સાગર જાની નામનાં યુવાનની સારવાર રાજકોટ કિડની હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. જેની બંને કિડની ફેઈલ થઈ જતાં ડોકટર દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સૂચન આપવામાં આવ્યું છે. જે સારવાર માટે રૂ. ૫ લાખનો ખર્ચ થાય તેમ છે તેથી આર્થિક મદદ કરવા માટે સાગર જાનીએ લોકોને અપીલ કરી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટના ૩૫ વર્ષીય સાગર આર. જાનીને કિડની ફેઇલ થતાં સારવાર માટે આર્થિક મદદની અપીલ કરવામાં આવી છે. તેણે એક મેસેજ આપતા કિડનીની સારવાર માટે લોકોને આર્થિક મદદ માટે ગુહાર કરી છે. અને જણાવ્યું છે કે તેની કિડની ફેલ્યોર હોવાનું નિદાન થયું છે. એક મહિનામાં તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તે થોડા સમયથી બીમાર હતો. પરંતુ તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે આટલું ગંભીર બનશે. ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે તેની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે. તેથી જીવિત રહેવા માટે ડાયાલિસિસ શરૂ કર્યું છે. પરંતુ, ડાયાલિસિસ કાયમી ઉકેલ નથી. તેથી ડોક્ટરોએ મારા જીવનને બચાવવા અને ફરીથી સામાન્ય રીતે જીવવાની તક આપવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કરી છે. દવાઓ અને પોસ્ટ-ઓપરેટિવ કેર સાથે, સર્જરીનો ખર્ચ મસમોટો છે. ખર્ચને પહોંચી વળવા મારે રૂ.5 લાખથી વધુ રકમનો આર્થિક સહયોગ જરૂરી છે. હાલ રાજકોટની કિડીની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તેથી UPI: 9924390545@ptsbi, Gpay number: 9924390545, Account number : 015301022604, Bank Name :- ICICI BANK, Account Type :- Savings, Account holder’s name :- JANI SAGAR RAJESHBHAI, IFSC Code :- ICIC0000153, MMID :- 9229539 પર આપેલી નાની રકમ પણ તેના ભવિષ્ય પર મોટી અસર પાડશે. તેથી ફૂલ નહિ તો ફુલની પાંખડી દાન કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!