રાજકોટની એચસીજી હોસ્પિટલ્સમાં ફરજ બજાવતા અને ઘૂંટણ, થાપા અને સાંધાને લગતા રોગોના નિષ્ણાંત ડો. અચલ સરડવા આગામી તા.28 ઓગસ્ટના રોજ મોરબીમાં રાહત દરે કન્સલટેશનની સુવિધા પુરી પાડશે. ઉલ્લેખનીય છે કે, ડો. અચલ સરડવા ૫૦૦૦ થી વધુ સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે.
રાજકોટની એચસીજી હોસ્પિટલ્સના નિષ્ણાંત ઓર્થોપેડિક ડૉક્ટર દ્વારા હવે મોરબીમાં રાહત દરે કન્સલટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી તા.28/ઓગસ્ટ/2025ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ ઉમિયા હોલ સામે આવેલ એપલ હોસ્પિટલ ત્રીજો માળે, અથર્વ હોસ્પિટલમાં ૫૦૦૦ થી વધારે સર્જરી કરવાનો બહોળો અનુભવ ધરાવતા ઘૂંટણ, થાપા અને સાંધાને લગતા રોગોના નિષ્ણાંત
ડો. અચલ સરડવા ( MS (Orthopedic)) ઘૂંટણ તથા થાપાના સાંધાના રોગોની સારવાર ઉપલબ્ધ કરાવશે. જેમાં ની-રીપ્લેસમેન્ટ ઘૂંટણના સાંધા બદલાવવાનું ઓપરેશન, હીપ રીપ્લેસમેન્ટ થાપાના ગોળા બદલાવવાનું ઓપરેશન, દુરબીન વડે થતી ઘુંટણની ગાદીની તકલીફનું ઓપરેશન તથા રીવીઝનની અને હીપ રીપ્લેસમેન્ટ સર્જરીની સેવા ઉપલબ્ધ રહેશે. તેમજ વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે 8160516145 પર સંપર્ક કરવાનું રહેશે.