રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા બાદ દેશવ્યાપી રોષ ફેલાયો છે. ત્યારે મોરબીમાં કરણી સેના તથા હિન્દુ યુવા વાહિની દ્વારા જિલ્લા કલેકટરને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત હત્યારાઓને કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી છે.
રાજપુત કરણી સેના તથા હિન્દુ યુવા વાહિનીના અધિકારીઓ દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ. સુખદેવસિંહ ગોગામેડીજીની થયેલ હત્યાનાં અનુસંધાનમાં આજે બપોરે ત્રણ વાગ્યે જિલ્લા કલેકટર ઓફિસે રાજપુત કરણી સેના તથા હિન્દૂ યુવા વાહિની દ્વરા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ. સુખદેવસિંહ ગોગામેડીજીની થયેલ નિમર્મ હત્યાના આરોપીઓને કડકમાં કડક ફાસીની સજા આપવામાં આવે અને તેની ઉંડી તપાસ કરવામા આવે અને સુખદેવસિંહ ગોગામેડીના પરિવારને સુરક્ષા અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું.